તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વિરમગામના વણી પાટિયા પાસેથી દારૂના જથ્થા સાથે રિક્ષા ઝડપાઇ

વિરમગામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિરમગામ-ધાંગધ્રા હાઈવે પર રૂરલ પોલીસે કાર્યવાહી કરતાં 1 ઝડપાયો

વિરમગામ-ધાંગધ્રા હાઇવે પર વણી ઇનાયતપુરાના પાટીયા પાસેથી તારીખ 6 ડિસેમ્બર રવિવારે રાત્રે પસાર થઈ રહેલી સી.એન.જી રીક્ષામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની 750 મી.લી.ની બોટલો નંગ – 30 સીલ બંધ બોટલો કિ.રૂ. 12,000/- નો જથ્થો ઇસ્માઇલ ઉર્ફે ડાડો અબ્દુલભાઇ કટીયા (મીયાણા રહે. ભરવાડી દરવાજા અંદર ચાંદફળી સામે સેતવાડ વિરમગામ)એ ભરવાડી દરવાજા પાસે તેના ઘર પાસેથી ભરી આપી એકબીજાના મેળાપીપણ કરી મળી આવી રીક્ષા કિ.રૂ. 50,000તથા અંગ જડતીમાંથી મોબાઇલ ફોન નંગ.1 કિ.રૂ. 500 તથા રોકડ રૂ1200 સાથે કુલ મળી કિ. રૂ. 63, 700ના મુદ્દામાલ સાથે પોલીસે પકડી લીધો હતો.

વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ખાનગી વાહનનમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા અને વણી ગામના પાટીયા પાસે પહોચ્યા ત્યારે એક સી.એન.જી રીક્ષા વિરમગામ તરફથી આવતી અને ધાંગધ્રા તરફ જતી હોય જે રીક્ષા શકમંદ હાલતમાં જણાતા રીક્ષા ઉભી રાખવા ઇશારો કરતા રીક્ષા ચાલકે રીક્ષા ઉભી રાખી નહતી. ભગાડેલ જેથી સદરી રીક્ષાનો પીછો કરી વણી ગામના પાટીયાથી થોડે આગળ ઇન્ડીયન ઓઇલના પેટ્રોલ પંપ પાસે રિક્ષાને પકડી લેવાઇ હતી.રીક્ષા ડ્રાયવરને રીક્ષામાંથી ઉતારી તેનુ નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ રિયાજ જુમાભાઇ લંઘા (રહે. રહે. કુલીનગર-2 સિસ્ટરના બંગલા પાછળ મોરબી) હોવાનું જણાવ્યું હતું. રીક્ષાના કાગળો માગતા પોતાની પાસે નહી હોવાનું જણાવ્યું હતું. રીક્ષાનો રજીસ્ટ્રેશન નંબર મોબાઇલ પોકેટ કોપમાં સર્ચ કરતા રીક્ષા ઇમરાન કલાલ સતારભાઇ (રહે. જોન્સનનગર ટ્રીટ નંબર. 8 લાતી પ્લોટ એમ.ડી. જી મોરબી)ની હોવાનું જણાયું હતું.

રીક્ષામાં તપાસ કરતા રીક્ષાની ડ્રાયવર પાછળની સીટ ખોલી જોતા નીચે બોડીના ભાગે એક ચોરસ નાનુ પતરૂ કાપેલુ જણાતા જેમાં મોબાઇલ ફોનથી ટોર્ચ કરી તપાસ કરતા નીચે ખાનુ બનાવાયેલું હતું. જેમાંથી દારૂનો જથ્થો ઝડપી લેવાયો હતો. રીક્ષાના ચાલકને આ ભારતીય બનાવટનો વિદેશીદારૂ ક્યાંથી લાવ્યો અને ક્યાં લઇ જવાનો છે. જે અંગે પંચો રૂબરૂ પૂછપરછ કરતાં વિદેશી દારૂનો જથ્થો ઇસ્માઇલ ઉર્ફે ડાડો અબ્દુલભાઇ કટીયાએ તેના ઘર પાસેથી ભરી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો