ભૂમંડલમાં અનૂરી ચેતના:વિરમગામમાં સવા લાખ ‘હનુમાન ચાલીસા પાઠ’ અનુષ્ઠાન મહાયજ્ઞ ઉત્સવ યોજાશે

વિરમગામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હજ્જારો લોકોના મુખે એકસાથે હનુમાન ચાલીસાના પાઠ થતાં ભૂમંડલમાં અનૂરી ચેતનાનો સંચય થશે

સવા લાખ “હનુમાન ચાલી સા પાઠ” અનુષ્ઠાન મહાયજ્ઞ તારીખ 25/9/2022 ને રવિવાર ભાદરવા વદ અમાસ (સર્વે પિતૃ અમાસ) ને દિવસે શેઠ એમ.જે. હાઇસ્કૂલ મેદાન,માંડલ રોડ,વિરમગામ સમય બપોરે 2 થી 6 કલાક દરમિયાન અનુષ્ઠાનનો પુર્ણાહુતી બાદ ભોજન પ્રસાદ નરું આયોજન કરેલ છે અનુષ્ઠાનનાં ઉપસ્થિત લોકો માટે પાર્કિંગ ની વ્યવસ્થા સિધ્ધાર્થ મહાદેવ મંદિરના મેદાનમાં કરવામાં આવેલ છે.

શ્રી બજરંગ મંડળ જીઆઇડીસી વિરમગામ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી જીઆઇડીસી ની અલગ અલગ ફેક્ટરીઓમાં દર શનિવારે હનુમાન ચાલી સા ના પાઠ અને રામધૂન અખંડ નિયમિત 245 શનિવારથી ચાલી રહેલ છે ત્યારે સમગ્ર વિરમગામ પંથકમાં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે પંથકના વિકાસ માટે તેમજ સર્વે પિતૃઓને મોક્ષ અર્થે હનુમાન સવા લાખ હનુમાન ચાલી સા પાઠું અનુષ્ઠાન અને મહાયજ્ઞ ના આયોજન સાથે ભગીરથ કાર્ય આરંભ્યું છે.

સમગ્ર કાર્ય ના વ્યવસ્થાપક મયૂરભાઈ પટેલ- અજીભાઈ પટેલ,સહસંયોજક વિષ્ણુભાઈ પટેલ, સંયોજક હરિવંશભાઈ શુક્લ અને હિસાબ અમિતભાઈ પટેલ દ્વારા સંભાળવા માં આવશે હનુમાન ચાલી સા અનુષ્ઠાન મહાયજ્ઞ માં નિ શુલ્ક ધાર્મિક લાભ લેવા અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવા વિરમગામ પંથકના ધર્મપ્રેમી જનતાને આહવાન કરવામાં આવ્યું છે. હજ્જારો લોકો ના મુખ એક સાથે હનુમાન ચાલી સા ના પાઠ થતા ભૂમંડલ માં અનૂરી ચેતના નો સંચય થશે.

અન્ય સમાચારો પણ છે...