વિરમગામ રૂરલ પોલીસને ખાનગી રાહે વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામ થી કરકથલ જતા હનુમાનજી ના મંદિરથી કાગળ કરકથલ ગામ થી થોરી થાંભા ગામ તરફ જતી માઇનોર કેનાલ ની બાજુમાં આવેલા ખેતરમાં ઓરડીમાં રેડ કરતા ભારતીય બનાવટ નો ઈંગ્લીશ દારૂની 1530 બોટલ કિંમત રૂપિયા 5.10લાખ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
એસ.પી વિરેન્દ્રસિંહ યાદવ ગ્રામ્ય,ડી.વાય.એસ.પી. એન.ડી.ચૌહાણ ના સુચના અને માર્ગદર્શન મુજબ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા માં પ્રોહિબિશન અંગેની પ્રવૃતિઓની નાબૂદ કરવા સુચન કરેલ જે બાબતે વીરમગામ રુરલ PSI આર.યુ ઝાલા નાઓ એ વીરમગામ રુરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. વોચમાં હતા
જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામ થી કરકથલ જતા હનુમાનજી ના મંદિરથી આગળ કરકથલ ગામ થી થોરી થાંભા ગામ તરફ જતી માઇનોર કેનાલ ની બાજુમાં આવેલ પાર્થરાજસિંહ ભુપત સિંહ ઝાલા ના ખેતરમાં આવેલ ઓરડીમાં રૂરલ પીએસઆઇ આર.યુ. ઝાલા તથા પોલીસ સ્ટાફ ના રમેશભાઈ ગણેશભાઈ,હિમાંશુભાઈ અરજણભાઇ, દિગ્વિજયસિંહ અજુભાઈ,બાબુલાલ શંકરભાઈ, બીપીનભાઈ દિલીપભાઈ,ધીરુભાઈ માધુભાઈ, છત્રસિંહ ઉદેસિંહ,જયમીનસિંહ પ્રવિણસિંહ. સહિતની ટીમ દ્વારા રેડ કરતા ભારતીય બનાવટ નો ઈંગ્લીશ દારૂની 1530 બોટલ કિંમત રૂપિયા 5,10,000/- નો મુદ્દામાલ મળી આવે જ્યારે સ્થળ ઉપર તપાસ માં કોઈ ઈસમ મળી આવેલ નહીં જે બાબતે વિરમગામ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.