સફળ સારવાર:અમદાવાદથી વિરમગામ આવી ન્યુરો સર્જને ક્રિટીકલ દર્દીનો જીવ બચાવ્યો

વિરમગામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત થતા બેભાન અવસ્થા, ખેંચ સાથે ક્રિટીકલ કન્ડીશનમાં શિવ હોસ્પિટલમાં લાવવામાં આવેલા દર્દીના સ્વાસ્થ્યમાં સુધારો આવતા રજા આપવામાં આવી : ડૉ.પ્રકાશ સારડા

વિરમગામ જેવા નાના સેન્ટર પર ન્યુરો સર્જરી કરવી મુશ્કેલ માનવામાં આવતી હોય છે પરંતુ અકસ્માતમાં બેભાન અવસ્થા ખેંચ સાથે ક્રિટીકલ કન્ડીશનમાં માંડલથી વિરમગામના શિવ હોસ્પિટલમાં એક દર્દીને લાવવામાં આવ્યો હતો. અડધીરાત્રે અમદાવાદથી ન્યુરો સર્જને આવીને તાત્કાલીક સર્જરી કરતા 35 વર્ષિય યુવકનો જીવ બચાવ્યો છે. ક્રિટીકલ કન્ડિશનમાં આ દર્દીને અમદાવાદ વધુ સારવાર માટે ખસેડવો ખુબ જ જોખમી હોવાથી વિરમગામ ખાતે ત્કાત્કાલીક ન્યુરો સર્જરી કરવામાં આવી હતી. ઓપરેશન પછી દર્દીનું સ્વાસ્થ્ય સુધારા પર આવતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

વિરમગામના શિવ હોસ્પિટલના ઓર્થોપેડીક સર્જન ડૉ.પ્રકાશ સારડાએ જણાવ્યુ હતુ, તા.12ડીસેમ્બરના રોજ માંડલ ખાતે નરેશભાઇ ગંગારામભાઇ સોલંકી નામના વ્યક્તિનો અકસ્માત થયો હતો. આ દર્દીને બેભાન અવસ્થા – ખેંચ સાથે ક્રિટીકલ કન્ડીશનમાં શિવ હોસ્પિટલ વિરમગામ ખાતે લાવવામાં આવ્યો હતો. દર્દીનું સીટીસ્કેન કરાવતા માથામાં મોટુ હેમરેજ હોવાની જાણ થઇ. જેનું તાત્કાલીક ન્યુરો સર્જન દ્વારા ઓપરેશન કરાવવું જરૂરી હતું. આ દર્દી ક્રિટીકલ કન્ડીશનમાં હોવાથી અમદાવાદ ખસેડી શકાય તેમ ન હતું.

જેથી અમદાવાદના ન્યુરો સર્જન ડૉ.નિલય અધ્વર્યુને જાણ કરતા તેઓ રાત્રે 11 કલાકે વિરમગામના શિવ હોસ્પિટલમાં આવ્યા અને તાત્કાલીક ઓપરેશન હાથમાં લીધુ હતુ. રાત્રે 11 થી વહેલી સવારના 4 વાગ્યા સુધી દર્દીનું ઓપરેશન ચાલ્યુ અને એનેસ્થેટીક તરીકે ડૉ.નયના સારડા હાજર રહ્યા હતા.

શિવ હોસ્પિટલમાં અદ્યતન વેન્ટીલેટરની સાથે ન્યુરો સર્જરી માટે જરૂરી ઓપરેશન થિયેટર હોવાથી આ આપરેશન વિરમગામ ખાતે કરી શકાયુ હતું. ન્યુરો સર્જરી પછી આ દર્દીને 48 કલાક સુધી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યુ અને ત્યારબાદ એક અઠવાડીયા સુધી આઇ.સી.યુ.માં રાખવામાં આવ્યુ હતુ. આ દર્દીના સ્વાસ્થ્યમાં સુધારો આવતા અને પોતાની રોજીંદી ક્રિયાઓ જાતે કરી શકતા શિવ હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...