હિન્દુ સમાજમાં છુપો રોષ:વિરમગામમાં હિન્દુ સામાજિક કાર્યકર્તાએ લવજેહાદ સામે જાહેર કાર્યક્રમ આપ્યો

વિરમગામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિજયચોક ખાતે ગણેશ મહોત્સવમાં હિન્દુ સમાજને સંબોધન કર્યું. - Divya Bhaskar
વિજયચોક ખાતે ગણેશ મહોત્સવમાં હિન્દુ સમાજને સંબોધન કર્યું.
  • વિજયચોક ખાતે ગણેશ મહોત્સવમાં હિન્દુ સમાજને સંબોધન કર્યું

વિરમગામ નજીકના પાટડી ખાતે તાજેતરમાં હિન્દુ યુવતી ને લવજેહાદ અંતર્ગત લલચાવી ફોસલાવી વિરમગામના વિધર્મી યુવક દ્વારા દસેક દિવસ પહેલા ભગાડી ગયેલ જેનો આજ સુધી કોઈ હતો પતો લાગેલ નથી જે બાબતે હિન્દુ સમાજ સંગઠનો દ્વારા પાટડી તેમજ વિરમગામ ખાતે રેલી યોજી સરકારને આવેદન અપાયું છે દસ દિવસ થવા છતાં સરકારી તંત્ર દ્વારા યુવક યુવતીના સગડ મેળવવામાં ઉણુ ઉતર્યું છે જેને લઈને હિન્દુ સમાજમાં છુપો રોષ છે.

વિરમગામ વિજય ચોક ખાતે આયોજિત ગણેશ મહોત્સવમાં હિન્દુ સામાજિક કાર્યકર્તા કાજલબેન શિંગાળા હિન્દુસ્તાની 6 સપ્ટેમ્બરના રોજ મહા આરતીમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ ઉપસ્થિત જન્મદિનને સંબોધતા જણાવ્યું હતું કે વીધર્મીઓ દ્વારા હિન્દુ સમાજ વિરુદ્ધ ષડયંત્રના ભાગરૂપે લવજેહાદ કરી હિન્દુ યુવતીઓને યેનકેન પ્રકારે પ્રેમ જાળમાં ફસાવી બ્લેકમેલ કરી ભગાડી જવામાં આવે છે તેમજ સરકારી જમીનો ઉપર અવેધ કબજો જમાવી દરગાહ સહિત રેણાક મકાનો ઊભા કરવામાં આવી રહ્યા છે.

વિરમગામ શહેરમાં મોટાભાઈ ઇલેક્ટ્રોનિક્સ નામથી શોરૂમ ધરાવતા શખ્સો દ્વારા હિન્દુ યુવતીઓને અને મુસ્લિમ યુવકોને નોકરીએ રાખી લવજેહાદ ને પ્રોત્સાહિત કરે છે. કાજલબેન હિન્દુસ્તાની એ જણાવ્યું હું પણ મહિલા છું મારે પણ પરિવાર છે છતાં ધર્મના કાજે હું પણ બહાર નીકળી છું જો મહિલાઓ જાગૃત થશે તો જ પરિવર્તન આવશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...