ફરિયાદ:વિરમગામમાં સગીરાની છેડતી કરતા ગુનો નોંધાયો

વિરમગામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સગીરા ઘરની બહાર જાય ત્યારે પીછો કરી મિત્રતા માટે દબાણ કરતો હતો

વિરમગામ શહેરના એક વિસ્તારમાં રહેતી સગીરા ની અવારનવાર છેડતી કરી ફ્રેન્ડશીપ માટે દબાણ કરતા યુવક વિરુદ્ધ સગીરાના પિતા દ્વારા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સગીરવયની દીકરી ઘરેથી બહાર જાય ત્યારે યુવક દ્વારા અવારનવાર તેનો પીછો કરી ફ્રેન્ડશીપ માટે દબાણ કરી તથા સગીરા પોતાના ઘરે હાજર હોય ત્યારે ઘરના મોબાઈલ નંબર ઉપર યુવક પોતાના તથા અન્ય મોબાઈલ નંબરથી વોટ્સએપ મેસેજ કરી તેમજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી વારંવાર સંદેશા મોકલતો હોય સગીરા દ્વારા આ બાબતે સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરવા છતાં યુવક તેની હરકત મૂકતો ન હોય સગીરાના પિતા દ્વારા બીપીન દિલીપભાઈ વૈષ્ણવ (રહે. અવધ સોસાયટી) વિરુદ્ધ ફરિયાદ આપી છે.

યુવક અવારનવાર સગીરાને પાછળ પાછળ જઇ મીત્રતા માટે દબાણ કરતો હતો. ઉપરાંત મોબાઈલ પરથી મેસેજ પણ કરતો હોવાથી સગીરા ભારે પરેશાન બની હતી. જેથી ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...