ફરિયાદ:જાહેર રસ્તા ઉપર ગેરકાયદે બારણું મુકનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

વિરમગામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ નગરપાલિકા દ્વારા ચોક્કસ દબાણકર્તાઓ વિરુદ્ધ કાયદેસર પગલા, ખાસ સેટિંગના કેસોમાં જાહેર દબાણકર્તાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં

અશોકભાઈ ભગવાનભાઈ દેસાઈ ઇન્ચાર્જ લીગલ શાખા વિરમગામ નગરપાલીકા દ્વારા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાહેર રસ્તા ઉપર પ્રાઇવેટ મિલકતના માલિક દ્વારા બારણું બનાવતા અને તે બાબતે નગરપાલિકા દ્વારા નોટિસ આપી સીલ મારવામાં આવેલા જે સીલ દબાણકર્તા દ્વારા વારંવાર તોડી ગેરકાયદે વપરાશ કરતા દબાણકર્તા શખ્સો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર 16 જુલાઈ 2021 ના રોજ અરજદાર દેવજીભાઈ પ્રહલાદભાઈ ઠાકોર દ્વારા નગરપાલિકા ઓફિસર ને ઉદ્દેશીને અરજી આપેલ કે રાજબાઈ મંદિર તરફ જવાના મુખ્ય રોડ ઉપર મુન્નાભાઈ ઈસ્માઈલભાઈ મીયાણા ઘંટીવાળા દ્વારા જૂની મિલની ચાલી પાસે ની પોતાની સ્થાવર મિલકત માં ગેરકાયદેસર બારણું/શટર મુકવામાં આવેલ છે.

અરજી આધારે સ્થળ પર તપાસ કરતા ગેરકાયદે બારણું મુકવામાં આવેલ હોય ચીફ ઓફિસર દ્વારા 19 જુલાઇ 2021,26 જુલાઈ2021 નોટિસ આપેલી તેમજ 6 ઓગસ્ટ 2021 ના રોજ તેમજ 21 એપ્રિલ 2022 ના રોજ મારેલા સીલ દબાણકર્તા દ્વારા તોડી નાખી સદર જગ્યા નો વપરાશ કરતા વિરમગામ નગરપાલીકા વતી નગરપાલિકાના કર્મચારી અરજદાર અશોકભાઈ દેસાઈ દ્વારા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરતા શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની છે.

ઉલ્લેખનીય છે કે વિરમગામ શહેર ફરતે આવેલ ઐતિહાસિક ગઢ તોડીને ગેરકાયદે જાહેર રસ્તાઓ ઉપર દુકાનો અને રહેણાંક મકાનો બનાવી બારણા- શટરો મુકવામાં આવેલ છે અને દિન-પ્રતિદિન નીત-નવા દબાણો થઇ રહેલ છે તેમજ નગરપાલિકા ની રહેમનજર નીચે દિન-પ્રતિદિન ગેરકાયદે દબાણોનો રાફડો વધી રહ્યો છે ત્યારે નગરપાલિકા દ્વારા લાગતા વળગતા અને રાજકીય વગ ધરાવતા લોકોના ગેરકાયદે દબાણો બાબતે આંખ આડા કાન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...