વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોપટ ચોકડી પાસેથી અમદાવાદ ગ્રામ્ય LCBએ બાતમી ના આધારે વિદેશી દારૂની 300 નંગ બોટલ કિંમત 1.50 લાખ , કાર સહિત 4.52લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.
પોલીસ મહાનિરીક્ષક વી. ચંદ્રશેખર અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અમિત વસાવા નાઓ દ્વારા જિલ્લામાં દારૂ જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. કરમટીયા LCB ના માર્ગદર્શન હેઠળ કલ્પેશભાઈ ડામોર હે.કો. અને શૈલેષભાઈ દેસાઈ પો.કો.ને મળેલ બાતમી આધારે વિરમગામ પોપટ ચોકડી પાસે એલસીબી PI આર.એન. કરમટીયા , PSI જે.એમ.પટેલ, PSI એચ.આર. પટેલ, PSI આર.બી.રાઠોડ, સહિતની ટીમ દ્વારા વોચ ગોઠવીહતી.
દરમિયાન બાતમીવાળી આઈ 20 કાર ઝડપી તલાસી લેતા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ ની નાની મોટી બોટલો મળી કુલ 300 કિંમત રૂપિયા 1.50 લાખ સહિત i20 ગાડી, મોબાઈલ ફોન સહિત કિંમત રૂપિયા 4.52લાખ નાં મુદ્દામાલ સાથે ઈશ્વરસિંગ દેવીસિંહ રાઠોડ (રહે. ગામ સલાડા,ખેતાવતું કા બાડા,તાલુકો સરાડા, જિલ્લો ઉદયપુર,રાજસ્થાન) ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવ બાદ ચકચાર મચી ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.