કાર્યવાહી:વિરમગામના આસોપાલવ સર્કલ પાસેથી દારૂ ભરેલી કાર ઝડપાઈ

વિરમગામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
  • દારૂ અને કાર સહિત ₹2.34 લાખથી વધુનો મુદ્દામાલ સાથે 1 આરોપીને LCBએ ઝડી લીધો

વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન હદના હાંસલપુર આસોપાલવ હોટલ સર્કલથી વિરમગામ તરફ જતા રોડ ઉપર શુભ આર્કેડની બાજુમા આવેલ નામ વગરના ગેરેજ બહાર ઉભેલી કારમાંથી વિદેશી દારૂની પેટી નંગ-5માં બોટલ નંગ 59 જેની કિમંત રૂ .29,500નાં વિદેશી દારૂનાં જથ્થાને ઝડપી પાડતી એલ.સી.બી અમદાવાદ ગ્રામ્ય.અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર ડી.બી.વાળા અને એલ.સી.બી. ટીમા હે.કો જયદીપસિંહ રાજેન્દ્રસિંહ તથા અ.હે.કો રાજુજી જામાજીને બાતમી મળી હતી.

બાતમી આધારે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન હદના હાંસલપુર આસોપાલવ હોટલ સર્કલથી વિરમગામ તરફ જતા રોડ ઉપર શુભ આર્કેડની બાજુમા નામ વગરના ગેરેજ બહારથી ગાડીમાંથી એલસીબી ટીમ દ્વારા વિદેશી દારૂની પેટી નંગ -5 બોટલ નંગ-59 જેની કિમંત રૂ . 29,500, મોબાઇલ 1 કિ.રૂ. 5000 તથા કાર કિ.રૂ. 2,00,000 મળી કુલ કિ.રૂ. 2,34,500નાં મુદ્દામાલ સાથે સોહિલશા મહેબુબશા દિવાન (રહે.ભરવાડી દરવાજા અંદર સેતવાડ વિરમગામ નામના ઇસમ ઝડપી પાડ્યો હતો. આ અંગે કાર્યવાહીમાં એલસીબી પો.ઇન્સ . ડી.બી.વાળા, હે.કો. જયદીપસિંહ રાજેન્દ્રસિંહ, હે.કો. રાજુજી જામાજી, હે.કો.ઇસ્માઇલબેગ મહેબુબબેગ, પો.કો અનુપસિંહ ભારતસંગ, પો.કો ચમનભાઇ ગોવિંદભાઇ વિગેરે જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...