તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊંટવૈદ્ય:વિરમગામમાં બાળકોનું દવાખાનું ચલાવતો ધો.12 સુધી ભણેલો બોગસ તબીબ ઝબ્બે

વિરમગામ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઊંટવૈદ્ય ઝડપવાનો અઠવાડિયામાં જ બીજો બનાવ
  • આરોગ્ય અધિકારીની મિલીભગતથી બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરતા હોવાની રાવ

વિરમગામ શહેરમાં ગોલવાડથી ભરવાડી રોડ પર આવેલ સીટી મહેલ કોમ્પલેક્ષમાં સાણંદવાળા બાળકોનું દવાખાનાના નામથી ડિગ્રી વગર એલોપેથી તબીબી પ્રેક્ટિસ કરતો અને કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી ન હોવા છતાં એલોપેથિક દવાઓ આપતા બોગસ ડોક્ટર ને વિરમગામ ટાઉન પોલીસે ઝડપી પાડયો હતો.

વિરમગામ શહેરમાં ગેરકાયદે એલોપેથિક દવા આપવા અને ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ ગોલવાડી દરવાજાથી ભરવાડી દરવાજા રોડ ઉપર આવેલ સીટી મહેલ કોમ્પ્લેકસમાં સાણંદવાળા બાળકોનુ દવાખાનુ ચલાવતો યુનુસભાઇ સરદારભાઈ વાઘેલા (રહે. સાણંદ)ને વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ સ્ટાફ અર્બન હેલ્થ સેન્ટરના ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર સંગીતાબેન પટણીને સાથે રાખી ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા હાજર મળી આવેલા ડોક્ટર યુનુસભાઇ સરદારભાઈ વાઘેલાને તબીબી પ્રેક્ટિસ કરવા સારું તેમજ એલોપેથિક દવાઓ રાખવા બાબતે કોઈ માન્યતા પ્રાપ્ત ડિગ્રી હોય તો રજૂ કરવા

​​​​​​​જણાવતા પોતાની પાસે કોઈ માન્યતા પ્રાપ્ત ડિગ્રી નથી અને દવાઓના વેચાણ બાબતે પણ કોઈ લાયસન્સ નથી અને ખાનગી રીતે એલોપેથિકની દવાઓ રાખી એલોપેથીક ની પ્રેક્ટિસ કરતો હોવાનું જણાવેલું અને ધોરણ-12 સુધી અભ્યાસ કરેલ હોવાનું જણાવેલ જેથી મેડિકલ ડિગ્રી હોવા છતાં એલોપેથિક દવા આપતો હોવાની જણાઇ આવેલ તથા કોઈ સારવાર કરી શકતો નથી તેમ છતાં તેના દવાખાનામાંથી રૂ. 34,612ની દવાઓ અને ડોક્ટરે પ્રેક્ટિસ કરવા ના સાધનો મળી આવેલ તેમજ વજન કરવાનો કાંટો રૂપિયા 1000 મળી કુલ રૂ. 35,612નો મુદ્દામાલ કબજે કરી તેની સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયાની અંદર વિરમગામ ગ્રામ્યમાંથી અને વિરમગામ શહેરમાંથી એમ કુલ 2 ડિગ્રી વગરના બોગસ ડોક્ટરો ઝડપાયા વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે વર્ષોથી ફરજ બજાવતા તાલુકા હેલ્થ ઓફિસરની નજર બહાર આવા બોગસ ડોક્ટરો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હશે!,

અન્ય સમાચારો પણ છે...