તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ ત્રાટકી:વિરમગામ તાલુકાના કોકતાથી 9 જુગારી 47હજાર સાથે ઝડપાયા

વિરમગામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોકતા ગામમાં દુકાનની બહાર જાહેરમાં કેટલાક જુગારી ભેગા થઇ જુગાર રમી રહ્યા હતા ત્યારે પોલીસ ત્રાટકી

વિરમગામ શહેર પંથકમાં જુગાર ની બદી ફૂલી ફાલી છે ત્યારે વિરમગામ ટાઉન અને રૂરલ પોલીસ દ્વારા દિન-પ્રતિદિન વિવિધ સ્થળોએથી જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડવામાં આવે છે. વિરમગામ ટાઉન પોલીસ દ્વારા કોકતા ગામે રૂપિયા 47 હજારથી વધુની મતા સાથે 9 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

મદદનીશ પોલીસ અધિક્ષક ડો.લવીના સિન્હા વિરમગામ વિભાગના માર્ગદર્શન અનુસાર વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ-જુગારની પ્રવૃતિઓ સદંતર નેસ્ત નાબુદ કરવા સારુ પોલીસ ઇન્સપેક્ટર એમ.એ.વાઘેલા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશને ટીમ બનાવી પ્રોહિ-જુગારની પ્રવૃતિઓ કરતા ઇસમો ઉપર વોચ રાખવા સુચના કરી હતી. જે આધારે આ.પો.કો જયદીપસિંહ જુવાનસિંહ ,આ.પો.કો રાજેશકુમાર માધવજીભાઇને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે, કોકતા ગામે ઠાકોર તથા ભરવાડ વાસમાં જવાના નાકા પાસે આવેલા ભરતભાઇ કાળુભાઇ ઠાકોરની દુકાનની બહાર ખુલ્લી જગ્યામાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો તીનપત્તીનો પૈસા પાનાથી હારજીતનો જુગાર રમાડે છે જે હકીકતની જાણ થતા રેઇડ કરવાનુ આયોજન કરી રેઇડીંગ પાર્ટીના માણસો પો.ઇન્સ એમ.એ.વાઘેલા સહિતે હકીકત વાળી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતા સ્થળ પરથી 9 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડયા હતા. જેમાં પીયુષભાઇ વશરામભાઇ ભરવાડ, સબ્બીરભાઇ ઉસ્માનભાઇ પઠાણ, સંદીપસિંહ જોરુભા વાઘેલા,અમરતભાઇ વશરામભાઇ ઠાકોર, ભરતભાઇ કાળુભાઇ ઠાકોર, અનિરુધ્ધસિંહ ભરતસિંહ સોલંકી, મિલનભાઇ પ્રભુભાઇ ઠક્કર,ચિરાગભાઇ પ્રભુભાઇ ઠક્કર,નિખિલભાઇ અશોકભાઇ પંડ્યાને કુલ રૂા- 47,150/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી ગુનો રજિસ્ટ્રર કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...