કાર્યવાહી:વિરમગામમાં રહેમલપુર રોડ પર જુગાર રમતાં 8 ઝડપાયા

વિરમગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ પોલીસ 11 હજારનો મુદ્દામાલ કબજે લીધો

વિરમગામ પાસેના રહેમલપુર રોડ પર આવેલા સમદભાઇ ખોખરના વાડાની પાછળના ભાગે જુગાર રમતો હોવાની બાતમીના આધારે વિરમગામ પોલીસે દરોડા પાડી 8 જુગારીને ઝડપી લીધા હતા. પોલીસે તેઓ પાસેથી 11 હજારથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો. વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. જુગારની પ્રવૃત્તિઓ સદંતર બંધ કરવા વિરમગામ ટાઉન પીઆઇ એમ.એ. વાઘેલાએ ટીમ બનાવી પ્રોહી. જુગારની પ્રવૃત્તિઓ કરતાં ઇસમો ઉપર વોચ રાખવા સૂચના કરી હતી.

જે આધારે કલ્પેશભાઈ કરમશીભાઇને ખાનગી બાતમી પરથી માહિતી મળી હતી કે ગામ રહેમલપુર રોડ ઉપર આવેલા સમદભાઈ ખોખરના વાડાની પાછળના ભાગે કેટલાક ઇસમો તીન પત્તીનો પૈસા પાના વડે હારજીતનો જુગાર રમાડે છે. જે હકીકત બાબતે મહેન્દ્રભાઈ જગભાઈ, હરેશભાઈ ડાયાભાઈ, દિગ્વિજયસિંહ દાદુભા, જયદીપસિંહ જવાનસિંહ,વિરસંગજી પ્રભુજી, કલ્પેશભાઈ કરમશીભાઈ,શક્તિસિંહ અમરસિંહ સહિતની ટીમ દ્વારા બાતમીવાળા સ્થળે રેડ કરતા વિરમગામના 8 શખ્સોને રૂપિયા 11300નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

જુગાર રમતા મહંમદ સોહીલ મહેબુબભાઇ ખોખર,જાવેદ હૈદર ભાઈ બેલીમ,ઈરફાન દિલાવરભાઈ શેખ, મોસીન સિકંદરભાઈ સિપાઈ,આસિફ રફીકભાઈ ચૌહાણ, અલ્ફાજ ફિરોજભાઈ ચૌહાણ (તમામ રહે.કાસમપુરા), સોહીલ અરૂણભાઇ મેમણ (રહે. પઠાણફળી), નવાઝશા યાસીનશા ફકીર-(રહે. ઘોડા પીરની દરગાહ, વિરમગામ) પકડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...