LCBની રેડ:જુનાપાધર ગામે માતાજીના મંદિર પાસે જુગાર રમતાં 7 ઝડપાયા

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીની ટીમે જુગારીઓને ₹24,710 રોકડ, મોબાઈલ 6 સાથે કુલ ₹42,710 મુદ્દામાલ સાથે ઝડપી લીધા

અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે મળેલી બાતમીને આધારે જુનાપાધર ગામના ચામુંડા માતાજીના મંદિર પાસે છાપો મારી જુગાર રમતા 7 શકુનિઓ ઓને રૂ,24 710 રોકડ અને મોબાઈલ નંગ 6 સાથે કુલ₹42,710 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. વિરમગામ બહુચરાજી માર્ગ પરના જુનાપાધર ગામના ચામુંડા માતાજીના મંદિર પાસે કેટલાક શખ્સો પાનના પત્તા પર પૈસાથી તીન પત્તીનો જુગાર રમતા હોવાની બાતમી એલસીબીની ટીમ ને મળી હતી.

બાતમીને આધારે અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમના એચ બી ગોહીલ પી.આઈ, પી.એસ.આઇ જીએમ પાવરા, સહિતની ટીમે બાતમી વાળી જગ્યાએ છાપો માર્યો હતો. પાનના પત્તા પર પૈસાથી તીન પત્તીનો જુગાર રમતા ચેતનભાઇ પ્રભુ ભાઈ બારડ રહે ડુમાણા, વિષ્ણુભાઈ રામાભાઈ ઠાકોર રહે દેસાઇપુરા, ધનજીભાઈ વનજીભાઈ પટેલ મોટા હરીપુરા, જયંતીભાઈ પ્રતાપભાઈ ઠાકોર રહે ઓડકી, રણજીતભાઈ રમેશભાઈ ઠાકોર રહે જુનાપાદર, ગુગાજી પભાજી ઉર્ફેપભાજી ઠાકોર રહે જુનાપાદર, દિનેશભાઈ કેશાજી ઠાકોર રહે નાની કુમાદ તમામ ને ઝડપી લીધા હતા. દાવ ઉપરથી રોકડા ₹24,710 અને મોબાઈલ નંગ 6 18,000 સાથે કુલ 42,710 મુદ્દામાલ કબજે કરી તમામને વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...