તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વિરમગામની માંડલિયા ફળીમાંથી 5 જુગારી ઝબ્બે

વિરમગામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પેટ્રોલિંગમાં જ પોલીસે ઝડપ્યા

વિરમગામ ટાઉન પોલીસે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન માંડલિયા ફળીમાં જુગાર રમતા 5 જુગારીને ઝડપી લીધા હતા. પોલીસને પેટ્રોલિંગ સમયે જ બાતમી મળતાં કાર્યવાહી કરી આરોપીઓ સામે કાર્યાહી કરે છે. જ્યારે બાતમી ન હોય તો પોલીસ કોઇ કાર્યવાહી કરતી નથી. વિરમગામ ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ માંડલીયા ફળીમાં જાહેરમાં તીન પત્તીનો જુગાર રમવામાં આવી રહ્યો છે.

જે બાબતે પંચો સાથે લઈને માંડલીયા ફળી ખાતે જગદીશભાઈ પ્રાણજીવન ખત્રીના ઘર પાસે જાહેરમાં 5 શખ્સો દ્વારા તીન પત્તીનો જુગાર રમી રમાડતા જગદીશભાઈ પ્રાણજીવન ખત્રી,હિરેનભાઈ હરજીવનભાઈ કનાડીયા, ઈકબાલભાઈ ઉમરભાઈ વેપારી,ઐયુબભાઈ અનવરભાઈ પાટડીયા,ચિંતનભાઈ દિલીપભાઇ શાહ (તમામ રહે. વિરમગામ)ને રૂપિયા 10,170 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. વિરમગામ શહેર તથા તાલુકા વિસ્તારમાં દેશી દારૂ ગાળવાની તથા જુગાર રમવાની પ્રવૃતિ બેફામ બની હોવા છતાં પોલીસના પેટનું પાણી હાલતું નથી. પોલીસ કાર્યવાહી કરે છેં. પરંતુ બીજા દિવસે પરિસ્થિતિ જેમની તેમ થઇ જાય છે. કડક હાથે કામ લેવા માટે પોલીસ સમક્ષ નાગરિકો માગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો