તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વિરમગામમાં આંબેડકર બ્રિજ નીચે જુગાર રમતાં 5 ઝડપાયા

વિરમગામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3100નો મુદ્દામાલ કબજે લેવાયો

વિરમગામ ટાઉન પોલીસ દ્વારા 8 જૂનના રોજ સાંજે પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળતા આંબેડકર બ્રિજ નીચેથી જુગાર રમતા 5 શખ્સોને રૂપિયા 3100ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના અ.હે.કો રાજુજી જામાજી,આ.પો.કો. વીરસંગજી પ્રભુજી,પો.કો. દિગ્વિજયસિંહ દાદુભા, પો.કો.જયદીપસિંહ જુવાનસિંહ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના કોઠારી બાગ ચોકી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા

જે દરમિયાન ગોડ મીઠાના કે પહોંચતા ખાનગી બાતમી હકીકત મળી હતી કે આંબેડકર બ્રિજ નીચે જાહેરમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો તીન પત્તીનો જુગાર પૈસા પાનાથી રમી રમાડી રહ્યા છે જે બાબતે સ્થળ પર રેડ કરતા ટીનુભાઈ પાલજીભાઈ વાઘેલા,હરેશભાઈ મણિલાલ ચૌહાણ,કિશોરભાઈ બબાભાઈ સોલંકી,જગદીશભાઈ હીરાભાઈ ગોહિલ,મોહનભાઈ પ્રેમજીભાઈ પરમાર નામના 5 શખ્સોને સ્થળ પરથી જુગાર રમતા ઝડપી પાડેલ જેમાં દાવ ઉપરથી રૂપિયા 560 તેમજ અંગે ઝડતી માં રૂપિયા 2440 મળી કુલ રૂપિયા 3100 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. વિરમગામમાં છેલ્લા કેટલાય સમયથી વિવિધ વિસ્તારમાં જુગારના ધામ ધમધમી રહ્યા હોવાથી પોલીસ કાર્યવાહી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...