વિરમગામ નગરપાલિકાની સામાન્ય સભા તારીખ 4 માર્ચ 2023ને શનિવારે 12 કલાકે નગરપાલિકાના સભાખંડમાં બોલાવવામાં આવી હતી. જેમાં વિરમગામ નગરપાલિકાનું 2023-24નું બજેટ પ્રમુખસ્થાનેથી રજૂ કરવામાં આવતાં તેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.
વિરમગામ નગરપાલિકાનું 2023 અને 24ના અંદાજપત્ર અંતર્ગત દર્શાવેલ ગ્રાન્ટ ખર્ચ હેઠળ દર્શાવેલ ખર્ચ અન્વયે નીચે મુજબના કામોનો સમાવેશ કરાયો છે. જેમાં નવા પંપ, નવી પાઇપલાઇન, જૂની પાઇપલાઇન, ફ્લોરિનેશન પાઉડર, નવાબોર, નવી મશીનરી, ગટર નિભાવ તથા મરામત, વરસાદી ગટર, નવા નાળા રીપેરીંગ,ગટર સાધન ખરીદી,જેટીંગ મશીન ખર્ચ,જેટિંગ મશીન ખરીદી/ફોગિંગ મશીન,જંતુનાશક દવા,બગીચા ખર્ચ,નવી ઇમારતો,ઇમારતોની મરામત, નવા રસ્તા, પાર્કિંગ શેડ, નવી આંગણવાડી, નવા શેડ, રસ્તા રીપેરિંગ, નવા ટેન્કર, નવું સ્મશાન, ડસ્ટબિન, જાહેર શૌચાલય, વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ ખર્ચ, હાઇડ્રોલિક કન્ટેનર, હાથ લારી ખર્ચ, રોડ સ્લીપર ખર્ચ, jcb ખર્ચ, ફ્રન્ટ એન્ડ લોડ ખર્ચ, સફાઈ સાધન ખર્ચ, સેફટી ઇક્વિમેન્ટ ખર્ચ, સરકારી કર્મચારી વીમા ખર્ચ, રેકોર્ડ સ્કેનિંગ, લેન્ડ ફિલ્ડ સાઈડ વિકાસ, ડ્રાઈવ વેસ્ટ પ્રોસેસિંગ, વેટ વેસ્ટ પ્રોસેસિંગ, વેસ્ટ ડિસ્પોઝલ ખર્ચ, નવા પેશાબ ઘર તથા રીપેરિંગ ખર્ચ તથા અન્ય જરૂરિયાત મુજબના ખર્ચ (આકસ્મિકખર્ચ)નો સમાવેશ થાય છે.
સામાન્ય માણસની સમજબહાર નું બજેટ રજૂ થતા સત્તાધારી પક્ષ કે વિરોધપક્ષ ના સભ્યો ની કોઈ વાંધા, વિરોધ કે ચર્ચા વગર સર્વનુંમતે મંજૂર થયું હતું અને માત્ર 45 મિનિટમાં સામાન્ય સભામાં એજન્ડાના 37 ઠરાવો સહિત ચેર સ્થાનેથી રજૂ થયેલ કામો જનરલ બોર્ડ માં મંજુર થયા હતા. અંદાજપત્ર મ્યુન્સિપલ એકાઉન્ટ કોડ નિયમ 24 મુજબ નિયત નમુનામાં રજૂ કરતા કરવાનું સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.