કામગીરી:વિરમગામ પાલિકાની સામાન્ય સભામાં 45 કામ મંજુર કરાયા

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રખડતા ઢોર પકડવા સહિતના કામોને બહાની

વિરમગામ નગરપાલિકામાં ભાજપનું શાસન છે ત્યારે વિરમગામ નગરપાલિકાની સામાન્ય સભા 15 સપ્ટેમ્બર 2022ને શનિવારના રોજ 12 કલાકે નગરપાલિકા સભાખંડમાં મળી હતી. જેમાં ભાજપના 22 સભ્યોમાંથી 3 અને અપક્ષના 16 માંથી 3 સભ્યોએ રજા રિપોર્ટ મૂક્યો હતો. નગરપાલિકા પ્રમુખ ચેતનભાઇ રાઠોડ, ઉપ-પ્રમુખ દીપાબેન ઠક્કર, કારોબારી ચેરમેન ભરતભાઈ ઠાકોર, નગરપાલિકા ચીફ ઓફિસર વિનોદભાઈ રાઠોડ વિરોધ પક્ષના નેતા રણજીતભાઈ ડોડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

સામાન્ય સભામાં કારોબારી સમિતિ દ્વારા રજુ કરવામાં આવેલા 28 ઠરાવોના કામો, સેનેટરી કમિટીના 4 ઠરાવના કામો, સામાજિક ન્યાય સમિતિના 3, દબાણ સમિતિ દ્વારા રજુ કરવામાં નગરપાલિકા હદ વિસ્તારમાં દબાણ દૂર કરવા અંગે જરૂરી સાધન સામગ્રી અને પોલીસ પ્રોટેક્શન અંગે થતો ખર્ચ મંજૂર કરવા બાબત 1 ઠરાવના કામ, નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોર નિયંત્રણ અંગે ઢોર પકડવા જરૂરી સાધનો મશીનરી ખરીદવા, ઢોરવાડો બનાવવા, ફેન્સીંગ કરવા, ઘાસચારો વગેરે કામગીરી કરવા અંગે જરૂરી ખર્ચ મંજૂર કરવા સહિત કુલ 45 કામો રજૂ કરવામાં આવ્યા હતા. જે તમામ સર્વાનુંમતે મંજૂર કરવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...