કડક ચેકિંગ:વિરમગામમાં 4 વેપારીને ત્યાંથી 250 કિલો પ્લાસ્ટિક પકડાતાં 2 હજારનો દંડ

વિરમગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ પાલિકાએ પ્લાસ્ટિકના વેપારીઓને ત્યાં કડક ચેકિંગ કર્યું

વિરમગામ નગરપાલીકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ તથા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ બાબતે વેપારીઓ સાથે 5 જુલાઇના રોજ મીટીંગ યોજી સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓના ઉત્પાદન ટોપિંગ વિતરણ વેચાણ અને ઉપયોગ પર તથા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સુધારો નિયમો 2021 ના પાલન અંગે વિસ્તૃત સમજ આપી હતી.

વિરમગામ નગરપાલીકા સેનેટરી વિભાગ દ્વારા વિરમગામ શહેરની પ્લાસ્ટિકની હોલસેલની દુકાનો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવતા પંકજ પ્લાસ્ટિક, પદ્માવતી પ્લાસ્ટિક, શેઠ નરેશ કુમાર અંબાલાલ, જતીન શાહ, સંધવીફળી સહિતની જગ્યાઓએ ચેકિંગ દરમિયાન 250 કિલો જેટલા સિંગલ યુઝ પ્લાસ્ટિક, થર્મોકોલ ડિસ તેમજ પ્રતિબંધિત કેરી બેગનો જથ્થો ઝડપી પાડયો હતો અને વેપારીઓને રૂપિયા 500 લેખે દંડ કરી સ્થળ પર વસૂલ કરવામાં આવ્યો હતો અને હવે પછી જુઓ સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટિક કે 75 માઈક્રોનથી ઓછી જાડાઈની કેરી બેગનો ઉપયોગ કે વેચાણ કરતા ઝડપાશે તો પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના નોટિફિકેશન મુજબની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવતા વેપારીઓ દ્વારા રાજકીય વગનો ઉપયોગ કરી રાજકીય વ્યક્તિઓને દોડતી કરી મામલો રફેદફે કરવા પ્રયત્ન કર્યો હોવાની ચર્ચા હતી.

અન્ય સમાચારો પણ છે...