કોરોનાનો કહેર:વિરમગામ શહેર-પંથકમાં નવા 4 કેસ

વિરમગામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામ શહેરમાં 3 કોરોના પોઝિટિવ સાથે ગ્રામ્ય મણિપુરમાં 1 કેસ પોઝિટિવ આવતા 4 નવા કોરોના પોઝિટિવ સાથે કુલ પોઝિટિવ કેસ 102 થયા છે. વિરમગામ શહેર પંથકમાં કોરોના મહામારીનો કહેર યથાવત છે. અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા 7 જુલાઈના રોજ વિરમગામ શહેર-પંથકના નવા 4 પોઝિટિવ કેસ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વિરમગામના સુથારફળીમાં 1 કેસ,ગોયાફળી (વાણંદવાસ) 1કેસ અને આનંદ બાલમંદિર સ્કૂલ પાસે 1 કેસ સહિત દસલાણા પીએચસીના મણીપુરા ગામે 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. શહેર- પંથકમાં કુલ 102 કેસ પોઝિટિવ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...