કોરોનાવાઈરસ:જિલ્લામાં વધુ 4 લોકો કોરોના પોઝિટીવ, વિરમગામમાં વધુ 2 મહિલા પોઝિટીવ

વિરમગામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામ શહેરમાં અગાઉ 4 કેસ પોઝિટિવ આવી ચૂક્યા છે ત્યારે ગુરૂવારના રોજ વધુ 2 કોરોના પોઝિટિવ કેસ આવ્યા વિરમગામ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 6 કોરોના પોઝિટિવ કેસ બન્યા જેમાં અગાઉ 2 મૃત્યુ થયા હતા. વિરમગામ શહેરમાં પાન ચકલા વિસ્તારમાં રહેતી અલ્લારખીબેન ઉંમર આશરે 65 વર્ષીય મહિલાની ગુરુવાર સવારે તબિયત બગડતાં વિરમગામની સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ જ્યાં મેડિકલ સ્ટાફ ને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા અમદાવાદ સોલા સિવિલ ખાતે રીફર કરેલ જ્યાં ગુરુવારે મોડી સાંજે કોરોના પોઝિટિવ કેસ હોવાનું સામે આવ્યું છે

ચેકઅપ કરી જરૂર જણાશે તો તેમને પણ કોરન્ટીન કરવામાં આવશે

જ્યારે બીજો કેસ મોટી વ્યાસફળી વિસ્તારમાં રહેતા સિમાબેન ઉંમર આશરે 45 વર્ષમહિલાની તબિયત બગડતાં અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જ્યાં કોરોના સેમ્પલ લેવામાં આવેલ જે પોઝીટીવ આવેલ છે. ઉલ્લેખનીય છે કે બંને મહિલાઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી, કોના સંપર્કમાં આવેલ છે સહિતની તપાસ આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવી રહેલ છે તેમજ વ્યાસ ફળી અને પાંચ ચકલા વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ સ્થળ તપાસ માટે પહોંચી ગયેલ છે. આ બંને પોઝિટીવ કેસ આવતાં શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. તેમજ સરકારી તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું અને ટ્રાવેલિંગ હિસ્ટ્રી સહિતની તપાસ કરી આરોગ્ય તંત્ર જે લોકો સંપર્કમાં આવ્યા હશે તેમનું ચેકઅપ કરી જરૂર જણાશે તો તેમને પણ કોરન્ટીન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...