તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:વિરમગામ પાલિકા, પંચાયતની કુલ 60 બેઠક માટે 372 દાવેદાર ફોર્મ લઇ ગયા

વિરમગામ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારી નોંધાવી હતી. - Divya Bhaskar
તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારી નોંધાવી હતી.
 • ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષ ઉમેદાવારોને સીધા મેન્ડેટ આપે તેવી શક્યતા

વિરમગામ તાલુકા સેવા સદન ખાતેથી પાલિકાની 36 સીટ, તાલુકા પંચાયતની 22 સીટ અને જિલ્લા પંચાયતની 4 સીટ મળી કુલ 60 સીટ માટે 3 દિવસમાં 372 ફોર્મ દાવેદારો લઈ ગયા હતા.

જેમાં વિરમગામ નગરપાલિકાના કુલ 9 વોર્ડમાં 36 સદસ્યો 8 -9 ફેબ્રુઆરી દરમિયાન 132 ફોર્મ તેમજ 10 ફેબ્રુઆરીના રોજ 46 ફોર્મ સાથે કુલ 178 ફોર્મ વિવિધ વોર્ડના દાવેદારો લઈ ગયા હતા હતા. જેમાં ભાજપ, કોંગ્રેસ,આપ,બીએસપી સહીત અપક્ષ ઉમેદવારો પણ ફોર્મ લઈ ગયા હતા અને અમુક વ્યક્તિઓ માત્ર દેખાવ પૂરતા ફોર્મ લઇ ગયા હોવાનું તેમજ અમુક દાવેદારોએ અપક્ષ લડવા પણ તૈયારી કરી લીધી હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. તાલુકા પંચાયતની કુલ 20 સીટ માટે 8-9 ફેબ્રુઆરીએ કુલ 122 ફોર્મનો ઉપાડ થયો હતો. જ્યારે 10 ફેબ્રુઆરીના રોજ વધુ 24 ફોર્મ સાથે કુલ 146 તેમજ જિલ્લા પંચાયતની 4 સીટો માટે 8-9 ફેબ્રુઆરીએ 37 ફોર્મ અને 10 ફેબ્રુઆરીએ 11 ફોર્મ સાથે કુલ 48 ફોર્મ ઉપડ્યા હતા. આજે 11 ફેબ્રુઆરીના રોજ ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા વિવિધ સીટના મેન્ડેટ જાહેર કરે તેવી શક્યતા રહેલી છે. ત્યારે આગામી દિવસોમાં રેકોર્ડ બ્રેક ફોર્મ ઉપડશે તેમ લાગી રહ્યુ છે.

થુલેટા તા.પ.ની બેઠક પર 12 પાસ યુવકે પ્રથમ ફોર્મ ભર્યું
વિરમગામ તાલુકા પંચાયતની કુલ 20 સીટ પૈકી થુલેટા-16 સીટ પર બહુજન મુક્તિ પાર્ટીના ઉમેદવાર સારોલા અરવિંદભાઈ હિજાભાઇ (ઉં.વ.26, ધો.12 પાસ, વ્યવસાય, ખાનગી કંપનીમાં નોકરી, રહે.વનથળ) દ્વારા તારીખ 10 ફેબ્રુઆરી બુધવારના રોજ બપોરે 3:00 કલાક પહેલા ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું. તાલુકા પંચાયતની બેઠક માટે પ્રથમ ઉમેદવારી નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો