હુકુમ:2017 માં થયેલી હત્યાના 3 આરોપીને આજીવન કેદની સજા, 1 નિર્દોષ જાહેર

વિરમગામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેત્રોજના રાજપુરા ગામની ઘટના

9 ઓક્ટોબર 2017માં દેત્રોજના રાજપુરા ગામમા આડા સબંધને લઇ મનદુઃખ રાખી સુખદેવસિંહ રામભા સોલંકીની લાકડી અને ધાિરયા વડે હત્યા કરી હતી જેમાં 4 આરોપી રોહિતસિંહ ઉર્ફે આકાશ વિક્રમસિહ સોલંકી, લાલભા નાનુભા સોલંકી, ગુણવંતસિંહ સુરુભા સોલંકી, અજીતસિંહ રણઘીરસિહં સોલંકીની પોલીસે ધરપકડ કરી હતી.

જે બાબતનો કેસ વિરમગામ સેશન કોર્ટમાં ચાલી જતા રોહિતસિંહ ઉર્ફે આકાશ વિક્રમસિહ સોલંકી, લાલભા નાનુભા સોલંકી, ગુણવંતસિંહ સુરુભા સોલંકી (તમામ રહે રાજપુરા દેત્રોજ)ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી જ્યારે ચોથા શખ્સ અજીતસિંહ રણઘીરસિહં સોલંકીને નિર્દોષ જાહેર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...