તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વિરમગામના મકાનમાંથી 276 બોટલ દારૂ ઝડપાયો

વિરમગામ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટાઉન પોલીસે બંધ મકાનમાં દરોડા પાડી રૂ.27 હજારનો મુદ્દામાલ કબજે લીધો

વિરમગામ બસસ્ટેશન રોડ કોઠારી બાગ પોલીસ ચોકી પાસે રામભાઈ બાલુભાઈની ચાલી ખાતે બાતમી આધારીત રેડ કરતા સંજયકુમાર ઉર્ફે કાટલો કલ્લુભાઈ યાદવના બંધ ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ક્વાટર બોટલો નંગ 276 કિંમત રૂપિયા 27,600ના મુદ્દામાલ ઝડપી ફરાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી પાડવા તપાસ શરૂ કરી હતી.

ટાઉન પોલીસના એ.એસ.આઇ મહેન્દ્રભાઈ જગાજી ચૌધરી સહિત વીરસંગજી પ્રભુજી, રોહિતભાઈ માધુભાઈ, દિગ્વિજયસિંહ દાદુભા, ઇન્દ્રજીતસિંહ જીલુભા, પ્રદ્યુમનસિંહ દિલીપસિંહ, ઉમેશભાઈ મોતીભાઈ, મહેશભાઈ શક્તાભાઈ વગેરે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન કોઠારી બાગ પોલીસ ચોકી પાસે આવતા ખાનગી બાતમી મળેલ કે કોઠારી બાગ પોલીસ ચોકી સામે રામભાઈ બાલુભાઇ ની ચાલીમાં રહેતો સંજય કુમાર ઉર્ફે કાટલો કનુભાઈ યાદવ તેના મકાનમાં વિદેશી દારૂ રાખી છૂટક વેચાણ કરે છે. જે બાતમી આધારીત રેડ કરતા વિદેશી દારૂની બોટલ નંગ 276 કિંમત રૂપિયા 27600નો મુદ્દામાલ ઝડપી પાડી ફરાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો