તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વિરમગામ પોલીસે પકડેલા 2.48 કરોડના દારૂનો નાશ કરાયો

વિરમગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂરલ તથા શહેર પોલીસે છેલ્લા 2 વર્ષમાં પકડેલા દારૂની બોટલ પર રોલર ફેરવી નાશ કરાયો

વિરમગામ રૂરલ અને ટાઉન પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન પકડવામાં આવેલો રૂપિયા 2.48 કરોડ થી વધુના ભારતીય બનાવટના ઇગ્લિશ દારૂના જથ્થાનો 14 જૂનના રોજ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.

વિરમગામ ડિવિઝન એએસપી ડૉ.લવિના સિન્હાની સૂચના અને માર્ગદર્શન મુજબ વિરમગામ રૂરલ પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાનરૂપિયા1,94,33500નો ગેરકાયદે ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂનો જથ્થો વિવિધ સમયે ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા રૂપિયા 54,00,000નો ભારતીય બનાવટનો ગેરકાયદે ઇંગ્લિશ દારૂ બે વર્ષ દરમિયાન ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે આવા ઝડપાયેલા દારૂ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ જેનો નાશ કરવો જરૂરી હોય ઉચ્ચ અધિકારીઓ સહિત નશાબંધી ખાતામાંથી પરમીશન મેળવી આજરોજ વિરમગામ-સોકલી હાઈવે પર આવેલ પ્રાઇવેટ જગ્યામાં ઇંગ્લિશ દારૂ ની બોટલો હારબંધ ગોઠવી તેના ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...