આયોજન:વિરમગામ ગાયત્રી મંદિર ખાતે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિરમગામ શહેર આવેલ ગાયત્રી મંદિર ખાતે પૂજ્ય ગુરુદેવ અને માતાજીની પ્રેરણાથી ગુરુ સત્તા ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વાર અને વિશ્વ ગાયત્રી પરિવાર વિરમગામ શાખા દ્વારા જીવનમાં સુખ શાંતિ તેમજ આરોગ્ય કલ્યાણ સંગીત સામાજિક ઉત્કર્ષ માટે 16 એપ્રિલ ને શનિવારથી 18 એપ્રિલ સોમવાર સુધી ત્રિદિવસીય 24 કુંડી ગાયત્રી મા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ,પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા સહિતના નગર શ્રેષ્ઠીઓ એ દર્શનનો લાભ લીધો હતો.

જેમાં શનિવારે નગર શોભાયાત્રા,દિપયજ્ઞ, રવિવારે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને વિભિન્ન સંસ્કારનું જ્ઞાન, સોમવારે સવારે 8:30 થી 10:30 કલાકે દરમિયાન સામૂહિક ગર્ભસંસ્કાર વિધિ સંપન્ન કરવામાં આવશેજેનું સંચાલન શાંતિકુંજ હરિદ્વાર ના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હરિઓમભાઈ જાની, નરેન્દ્રભાઈ પટેલ,ભાવેશભાઈ રાવલ,મહેશભાઈ શુકલ, કરશનભાઈ પટેલ,અંબાલાલ ભાઇ સહિતના ગાયત્રી પરિવાર વિરમગામના કાર્યકરો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...