તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:વિરમગામ પાલિકા વોર્ડ નંબર 8ની 2 મહિલા સીટ બિનહરીફ

વિરમગામ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 36 સીટ પૈકી 34 બેઠક ઉપર કુલ 92 ઉમેદવારો ચૂંટણી લડશે

વિરમગામ નગરપાલિકાના કુલ 9 વોર્ડ ની 36 સીટ ની ચૂંટણી તારીખ 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે જેમાં ફોર્મ પાછા ખેંચવાની તારીખ 16 ફેબ્રુઆરી સુધીમાં વોર્ડ નંબર 8 માં થી 2મહિલા સામાન્ય સીટ ઉપર ભાજપ ના નયનાબેન પ્રકાશભાઈ સારડા અને દીપાબેન મિલનભાઈ ઠક્કર ના હરીફ મહિલા ઉમેદવારો એ ફોર્મ પરત ખેંચતા બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.

વોર્ડ નંબર 8 મા સામાન્ય સીટ ઉપર ભાજપના ઉમેદવાર અમિત કિરીટભાઈ પટેલ અને પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ જી. પટેલ ના પૌત્ર ધ્રુમિલ પ્રમોદભાઈ પટેલ ના હરીફ અપક્ષ ઉમેદવાર અજયભાઈ સતિષભાઈ ભરવાડ એમ કુલ 3 હરીફ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.

વિરમગામ નગરપાલીકાની બાકી રહેલી ફુલ 34 સીટ સામે 92 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં વોર્ડ નંબર 1 મા 4 ભાજપ,4 કોંગ્રેસ 3 અન્ય કુલ 11 ઉમેદવાર, વોર્ડ નંબર 2 માં 4 ભાજપ,6 અન્ય સાથે કુલ 10 ઉમેદવાર, વોર્ડ નંબર 3 માં 4 ભાજપ,6 અન્ય સાથે કુલ 10 ઉમેદવારો, વોર્ડ નંબર 4 માં 4 ભાજપ,4 કોંગ્રેસ,4 અન્ય સાથે કુલ 12 ઉમેદવાર, વોર્ડ નંબર 5માં 4ભાજપ,4 કોંગ્રેસ,6 અન્ય સાથે કુલ 14 ઉમેદવાર, વોર્ડ નંબર 6માં 4ભાજપ,6અન્ય સાથે કુલ 10 ઉમેદવાર, વોર્ડ નંબર 7 મા 4 ભાજપ,6અન્ય સાથે કુલ 10 ઉમેદવારો, વોર્ડ નંબર 8 મા ભાજપ બે મહિલા સીટ ઉપર બિનહરીફ વિજેતા,અન્ય બે સામાન્ય સીટ ઉપર 2 ભાજપ 1 અન્ય કુલ3 ઉમેદવાર, વોર્ડ નંબર 9 માં 4 ભાજપ,4 કોંગ્રેસ,4 અન્ય સાથે કુલ 12 ઉમેદવાર નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે વિરમગામ નગરપાલિકા ચૂંટણી માં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર નાગરિકો અને ભાજપના પૂર્વ સદસ્ય અને કાર્યકરો એ પણ ચૂંટણીમાં ઝંપલાવતાવિરમગામ નગરપાલિકા ચૂંટણી પહેલા બેઠકો ને બિનહરીફ કરાવવા અપેક્ષ ઉમેદવારોને સામ-દામ- દંડ- ભેદ સાથે રાજકીય ઓપરેશન શરૂ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો