વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશને ગુજસીટોક હેઠળ રીમાન્ડ દરમ્યાન દેશી તમંચો (ફાયર આર્મ્ડ)પોતાના કબ્જામાં હોવાની કબુલાત કરતા જે અંગે તપાસ કરતા કબુલાત વાળી જગ્યાએ આરોપીના કબ્જા ભોગવટા વાળા રહેણાંક બંધ ઘર પાસે ખાંચા માંથી બિન-અધિકૃત રીતે વગર પાસ-પરમીટે દેશી તમંચો (ફાયર આર્મ્સ) કિ.રૂ આશરે 2000/- નો મળી આવી ગુન્હો કર્યા.
લોકો નિર્ભય રીતે પોતાનું જીવન વ્યતીત કરે તે હેતુસર વિરમગામ ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ.વાઘેલા અને ટીમે, સંગઠિત ટોળકી બનાવી ગુન્હા આચરતા “ફ્રેક્ચર ગેંગ” વિરૂધ્ધના ગુન્હાઓની માહિતી એકત્રીત કરી ગુન્હાઓની ફૂટીની કરી જરૂરી દસ્તાવેજ એકત્રીતકરી “ફેક્ચર ગેંગ” ના કુલ- 9 સાગરીતો વિરૂધ્ધ વિરમગામ ટાઉન પો.સ્ટે. ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ-2015 હેઠળ ગુન્હો નોધેલ જે ગુન્હાની તપાસ જીલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ખાસ તપાસ ટીમ બનાવી પી.ડી. મણવર નાયબ પોલીસ અધિક્ષક એસ.ટી/એસ.સી. સેલ અમદાવાદ ગ્રામ્ય અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વિરમગામ નાઓને સોપવામાં આવેલ જેમાં તમામ આરોપીઓ ને ઝડપી પાડવામાં આવેલ જેમાં વધુ તપાસ દરમિયાન અન્ય શખ્સોની સંડોવણી બહાર આવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ જેમાં ખલીલ મહેબુબમીયા સિપાઇ ઉ.વ.35 હાલ રહે. કાપડ બજારના નાકે, કડી, તા. કડી જી.મહેસાણા મૂળ રહે. ઝંડાની મસ્જીદ પાસે, તાઇવાડા, વિરમગામ અને સૈયદ અહેમદમિયા બહાઉદ્દીનમિયા (અહેમદશા બાપુ) રહે.સેતવાડ, વિરમગામને ઝડપી પાડી રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરેલ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.