તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ જિલ્લામાં2,08,665 જેટલા નાગરિકોને રસી આપવામાં આવી છે. જેમાં 1,19,549એ વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ છે. જો અમદાવાદ જિલ્લામાં તાલુકાની દ્રષ્ટીએ જોઈએ તો બાવળા તાલુકામાં 21419, દસક્રોઈમાં- 37952, ધંધુકામાં- 17312, ધોલેરામાં- 12151, ધોળકામાં- 32714, દેત્રોજ- 12181, માંડલ-10542, સાણંદ- 37258 અને વિરમગામ તાલુકામાં 27064 નાગરિકોને રસી આપવાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. નોંધપાત્ર બાબત એ છે કે દસક્રોઈ અને ધંધૂકા જેવા તાલુકા 60થી વધુ વય ધરાવતા નાગરિકોના રસીકરણ માટે નક્કી કરાયેલા લક્ષ્યાંક સિદ્ધ કરી ચૂક્યા છે.
દસક્રોઈમાં 102 ટકા અને ધંધુકામાં 104 લક્ષ્યાંક સિદ્ધ થયો છે. તો બીજી તરફ ધોલેરા તાલુકામાં 45થી 59 વર્ષની વય માટેના નક્કી કરાયેલા લક્ષ્યાંક સિદ્ધ કરી 103 ટકા લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે. જિલ્લા વહીવટીતંત્ર નાગરિકોને કોવિડ સામે સુરક્ષા કવચ પુરુ પાડવા માટે149 જેટલા રસીકરણ કેન્દ્ર શરુ કર્યા છે. જેમાં 92 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, 40 પીએચસી, 8 સીએચસી, 2 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને 3 યુએચસી(અર્બન હેલ્થ સેન્ટર)નો સમાવેશ થાય છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.