તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વિરમગામમાં પોપટ ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે 2 ઝબ્બે

વિરમગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બહુચરાજીથી ઇંટો ભરીને આવી રહેલા ટ્રક પર શંકા જતા અટકાવ્યો હતો
 • ઈંટોની આડમાં વાહનના છુપા ખાનામાં દારૂની હેરાફેરી કરાતી હતી, કુલ રૂ. 9 લાખનો દારૂ મળી 13 લાખનો મુદ્દામાલ પોલીસ કબજે લઇ વધુ તપાસ શરૂ

વિરમગામ સહિત ગુજરાત માં હોળી-ધૂળેટીના તહેવારો દરમિયાન ઇંગલિશ દારૂના શોખીનો ની માંગ વધે છે જેને લઇને પરપ્રાંતમાંથી યેનકેન પ્રકારે ગુજરાતમાં પરપ્રાંતીય વિદેશી દારૂ ઘુસાડવામાં આવે છે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા પોપટ ચોકડી ખાતે શકમંદ વાહનો ચેકિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન બહુચરાજી તરફથી આવી રહેલ ઈંટો ભરેલા મેટાડોર શકમંદ જણાતા થોભાવી તપાસ કરતા ઈટો ની આડ માં મેટાડોરના બનાવેલ છુપા ખાનામાં 150 પેટી કિંમત રૂપિયા 9લાખ નો નો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો

વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ-જુગારની પ્રવૃતિઓ સદંતર નેસ્તનાબુદ કરવા સારું પોલીસ ઇન્સ.એમ.એ.વાઘેલા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનએ ટીમ બનાવી હોળી ધુળેટીના તહેવાર અનુસંધાને પોપટ ચોકડી ખાતે વાહન ચેકીંગ ચાલુ હોય તે દરમ્યાન વિઠ્ઠલાપુર તરફથી એક મેટાડોર વાહન આવતા વહેમ જતા સાઇડમાં ઉભુ રખાવી તેમાં તપાસ કરતા નાની સાઇઝની ઇંટો ભરેલી હતી.

ઇંટોને હટાવી જોતા તેમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોક્ષ નંગ-150 તેમાંની બોટલ નંગ-1800 કી.રૂ-9,00,000નો તથા મેટાડોર કી.રૂ-4,00,000 તથા મોબાઇલ ફોન નંગ -2 કી.રૂ-10,000 તથા ડ્રાઇવરની અંગજડતી માથી રોકડ રુપિયા5000 મળી કુલ કીંરૂ 13,15,000ના મુદ્દામાલ સાથે આરોપી ડ્રાઇવર પ્રકાશદાસ લહેરી દાસ વૈરાગી (રહે.ડેન્ટલ કોલેજની બાજુમાં તા/જી-ઉદેપુર મુળ રહે –મીઠાનીમ તા વલ્લભનગર જી-ઉદેપુર રાજસ્થાન) તથા આરોપી મોહન સીંગ મદનસીંગ રાઠોડ (રહે સલાણા તા-સલાડા જી-ઉદેપુર રાજસ્થાનની વિરૂધ્ધમાં વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટ કલમો મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો