લોકાર્પણ:વિરમગામ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વાંસવા અને સીતાપુરને 2 એમ્બ્યુલન્સ ફાળવાઇ

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 19 એપ્રિલે આરોગ્ય મેળો યોજાવાનો છે ત્યારે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરી પીએચસીને સોંપાશે

વિરમગામ સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે 19 એપ્રિલે આરોગ્યમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિરમગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડની ગ્રાન્ટમાંથી 2 એમબ્યુંલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.

જેમાં વિરમગામ તાલુકાના વાંસવા પિએચસી અને માંડલ તાલુકાના સીતાપુર પીએચસી માટે ધારાસભ્ય લાખાભાઇ ભરવાડની ગ્રાન્ટમાંથી આપવામાં આવેલી 2 એમબ્યુલન્સનું લોકાર્પણ 19ને મંગળવારે સવારે 11કલાકે સબ ડીસ્ટ્રિક્ટ ગાંધી હોસ્પિટલ વિરમગામ ખાતે ધારાસભ્યના હસ્તે લોકાર્પણ થશે. સાથે આરોગ્ય મેળામાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય કાર્ડ, હેલ્થ આઈડી કા,કોવીડ રસીકરણ, એનસીડી સ્ક્રિનિંગ, કેટરેક સ્ક્રિનિંગ, રક્તદાન શિબિર અને અંગદાન નોંધણી જેવી કામગીરી હાથ ધરવામાં આવશે. જેનો લાભ ગામના લોકો લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...