તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:15 ગ્રાહકો વીજચોરી કરતા પકડાયા, 2 લાખ દંડ ફટકાર્યો

વિરમગામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામમાં વીજચેકિંગ હાથ ધરાતા

વિરમગામ શહેરમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીની અલગ-અલગ ટીમો દ્વારા સવારે શિયાળાની ઠંડીમાં શહેરના રૈયાપુર નુરી સોસાયટી, ભઠ્ઠીપરા, કાસમપુરા સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઘરવપરાશના 15 વીજ કનેકશનોમાં ગેરરીતિ કરી વીજચોરી કરતા હોવાનું ઝડપાતા તંત્ર દ્વારા ફુલ રૂપિયા 2 લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો. જેથી શહેરમાં વીજચોરી કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, શિયાળો આવતાની સાથે જ વિરમગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક તત્ત્વો વીજચોરી કરવા સક્રિય બનતા હોય છે. ત્યારે વીજ કંપનીને મળેલી બાતમીના આધારે તંત્રએ વિવિધ ટીમો બનાવી વિરમગામના અનેક વિસ્તારોમાં ચેકિંગની પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં 15 જેટલા કનેક્શનોમાં ચોરી થતી હોવાનું બહાર આવ્યું હતું.

જેથી તંત્રએ વીજચોરો પાસેથી રૂ.2 લાખનો દંડ વસૂલ કરતાં વીજચોરી કરતાં તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. ગ્રામ્ય વિસ્તારમાં વીજચોરીનો સીલસીલો ફરી પાછો શરૂ થયો છે. ત્યારે વીજતંત્રે પણ કવાયત શરૂ કરી વીજચોરી કરતાં તત્ત્વોને ઝડપી તેઓ પાસેથી દંડ વસૂલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...