રાજકારણ:વિરમગામ સભામાં પાલિકાના 4 અપક્ષ સદસ્ય સહિત 12 લોકો જોડાયા

વિરમગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાર્દિકની ઉમેદવારી પહેલાં વિરમગામ પાલિકાના 4 અપક્ષ ભાજપમાં જોડાયા
  • દાઉદી​​​​​​​ વોરા સમાજના અગ્રણી મુર્તૃઝા પટેલે પણ કેસરિયો ધારણ કર્યો

વિરમગામ ખાતે 15 નવેમ્બરે યોજાયેલી હાર્દિક પટેલની જન સમર્થન સભામાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાના હસ્તે વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના અપક્ષ સદસ્ય અને નગરપાલિકા વિરોધપક્ષના નેતા રણજીતભાઈ ડોડીયા સહિત વોર્ડ નંબર 9ના અપક્ષ સદસ્યો નગાભાઈ ભરવાડ, રઘુભાઈ અલગોતર, નાનુંજી ઠાકોર જોડાતા વિરમગામ નગરપાલિકા ભાજપનું કુલ સંખ્યા બળ 26 થયું છે. જે પહેલા 22 હતુ. ઉલ્લેખનીય છે કે નગરપાલિકામાં કુલ સભ્યસંખ્યા 36 છે.

ભારત ભરનાં ગ્રીન હાઉસ બનાવતી કંપનીઓ ના સંગઠન ઇન્ડિયન ગ્રીન હાઉસ મેન્યુફેકચર એસોસિએશન (igma) ના 3 વર્ષથી રાષ્ટ્રીય પ્રમુખ એવા મુર્તુઝા પટેલ સહિત હાસલપુર ના પૂર્વ સરપંચ સોમભાઈ ભરવાડ, કમીજલા સરપંચ, લાલજીભાઈ મકવાણા, ખુડદના બળદેવજી ઠાકોર, માંડલના પૂર્વ પંચાયત સદસ્ય અને અગ્રણી કાળુજી ઠાકોર, દેવીપુજક સમાજના રવિ રાઠોડ સહિતના સામાજિક અને રાજકીય કાર્યકરોે ભાજપમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...