ઐતિહાસિક કાર્યક્રમ:વિરમગામ મુનસર તળાવે સંવિધાન શક્તિદિને1171 દિવા પ્રગટાવાશે

વિરમગામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિરમગામ શહેરમાં 26/11/2021 ના રોજ સંવિધાન શક્તિ દિન નો 72 મો ઉજવણીના ઐતિહાસિક કાર્યક્રમ નું આયોજન વિરમગામ, માંડલ, દેત્રોજ શહેર અને તાલુકા ના સર્વ સમાજને જોડીને કરવામાં આવેલ છે. જેમાંસાંજે 7.00 કલાકે મુનસર તળાવ ફરતે 1171 દિવા પ્રગટાવા માં આવશે તેમજ એલ.ઇ.ડી લાઈટો થી મુનસર તળાવની રોશની કરી સંવિધાનનો ઉજાસ આપણે સૌ સાથે મળી ફેલાવીએ.

ઉલ્લેખનીય છે કે વિવિધ યુવક મંડળ, સંસ્થાઓ તેમજ વિવિધ સમાજ સેવકો દ્વારા વિરમગામના મુનસર તળાવને વિવિધ પ્રસંગોએ દિપમાળાથી સજાવવામાં આવે છે ત્યારે તળાવને જીવંત બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં ભરી ટુરીઝમ સ્પોટ તરીકે વિકસાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગણી છે.

સાણંદમાં આજે સંવિધાન ગૌરવ યાત્રા યોજાશે
ભારત દેશને ૨૬મી નવેમ્બર 1949ના દિવસે ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકર દ્વારા રાષ્ટ્રને સંવિધાન અર્પણ કરાયું હતું. ભારતમાં વર્ષ 2015થી 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઉજવાયે છે ત્યારે અમદાવાદ જિલ્લા ભાજપ અનુસુચિત મોરચા દ્વારા સાણંદ ખાતે શુક્રવારે સંવિધાન ગૌરવ યાત્રાનું સુંદર આયોજન કરાયું છે.

આ યાત્રા શુક્રવારે સવારે 10 કલાકે સાણંદ એસટી સ્ટેન્ડ નજીક ડૉ. આંબેડકરની પ્રતિમાથી શરૂ થશે અને નગરપાલિકા ટાઉનહોલ ખાતે પહોંચી સભામાં ફેરવાશે. આ પ્રસંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ વાઘેલા, હર્ષદગીરી ગોસ્વામી, કનુભાઈ ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...