તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વાસણ ગામેથી 1050 લીટર દેશી દારૂનો વોશ ઝડપાયો, વિરમગામ રૂરલ પોલીસની કાર્યવાહી

વિરમગામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વિરમગામ રૂરલ પી.એસ.આઇ એચ એમ ઝાલા સહિત અ.હે.કો. રમેશભાઈ ગણેશભાઈ,પો.કો. ચમનભાઈગોવિંદભાઈ,અ.પો.કો.દિલીપભાઈ કનુભાઈ,અ.પો.કો.રઘુવિર સિંહ દશરથસિંહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વાસણ ગામ નજીક આવતા ખાનગી રાહે બાતમી મળેલ કે વાસણ ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ અમુક શખ્સો દ્વારા ચલાવવામાં આવે છે જે બાબતે રેડ કરતા બે અલગ અલગ દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી 1050 લીટર દેશીદારૂ નો વોશ ઝડપી પાડ્યો હતો રેડ દરમિયાન 4 આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

વિરમગામ તાલુકાના વાસણ ગામે તળાવ ની પાળ ઉપર દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરતા જેસંગજી રાયસંગજી ઠાકોર અને પ્રતાપજી બચુજી ઠાકોર ની ભઠ્ઠી ઉપર થી અલગ અલગ પ્લાસ્ટિકના કેરબામાં ભરેલો 600 litre દેશી દારૂનો વોચ કુલ મુદ્દામાલ રૂપિયા 2040/- નો ઝડપી સ્થળ પર જ નાશ કરવામાં આવેલ જ્યારે બંને ફરાર આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે તળાવની પાળ ઉપર અન્ય બીજી દેશી દારૂની ભઠ્ઠી રઘાજી રાયસંગજી ઠાકોર તથા રાજુભાઈ કમાભાઈ ઠાકોર સ્મશાનની બાજુમાં આવેલ તળાવ ની પાર ઉપર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવતા હોવાની બાતમી મળતા સ્થળ પર રેડ કરતા 450 લીટર વોશ પ્લાસ્ટિકના કેરબામાં ભરી તળાવના પાણીમાં સંતાડેલ રૂપિયા 1530/-નો મુદ્દામાલ ઝડપી પાડી સ્થળ પર જ નાશ કરી કાયદેસર કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો