વિરમગામ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં 17 નવેમ્બર સુધીમાં કુલ 39 ઉમેદવારના ફોર્મ વિરમગામ નાયબ કલેકટર ની પાસે જમા કરાવવામાં આવ્યા હતા જે પૈકી કોંગ્રેસ ભાજપ આપ પાર્ટી ના ડમી ઉમેદવારો સહિત ક્ષતિગ્રસ્ત ફોર્મ અધુરી વિગત વાળા અપક્ષ સહિતના કુલ 10 ફોર્મ રદ કરવામા આવ્યા છે અને 29 ઉમેદવારોના ફોર્મ મંજૂર કરાયા છે ત્યારે હાલમાં આ વિસ્તારમાં હવે ધીમેધીમે ચૂંટણીનો ગરમાવો જામી રહ્યો છે
આમ તો આ બેઠક પર મુખ્ય બે પક્ષ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટકકર હોવાનું માનવામાં આવી રહ્યુ છે તેમ છતા આ વખતે આમ આદમી પાર્ટી પહેલી વખત ચૂંટણી મેદાનમાં ઉતરી છે આ ઉપરાંત આ બેઠક પર અપક્ષ સિવાય વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી , ભારતીય જન પરિષદ, ગુજરાત નવનિર્માણ સેના, ગુંજ સત્યની જનતા પાર્ટી, નેશનલ મહાસભા પાર્ટી, પચાસી પરિવર્તન પાર્ટી, ગરવી ગુજરાત પાર્ટીના ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા છે
18 નવેમ્બરે ફેર ચકાસણી દરમિયાન એક જ ઉમેદવાર દ્વારા 4 ફોર્મ સુધીની મર્યાદામાં જમા કરાવવામાં આવેલા એક ફોર્મ સિવાયના ફોર્મ રદ કરવામાં આવ્યા હતા તેમજ કોંગ્રેસ ભાજપ આપ પાર્ટી ના ડમી ઉમેદવારો સહિત ક્ષતિગ્રસ્ત ફોર્મ અધુરી વિગત વાળા અપક્ષ સહિતના કુલ 10 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા
જ્યારે કુલ 39 પૈકી કુલ 29 ફોર્મ મંજુર થયા હતા ત્યારે ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર હોય મુખ્ય પાર્ટીઓ દ્વારા અપક્ષ સહિતના ઉમેદવારોના મનામણા-રીસામણા સહિત તરકીબ અજમાવી કેટલાંક ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવા સહિત સામેની પાર્ટીને નુકસાન કરતા ઉમેદવારને ઉભા રાખવા અગેની કવાયત હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આ બેઠક માટે જે ચૂંટણી જંગ ખેલાવાનો છે તેમાં ભાજપ, કોંગ્રેસ આપ અને અપક્ષ ઉપરાંત અન્ય પક્ષના ઉમેદવારોએ પણ ઉમેદવારી કરી છે તેમ છતાં 21મીએ સાચુ ચિત્ર સ્પષ્ટ થશે. તો હાલમાં આ અંગે વિવિધ અટકળો ચાલે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.