તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વિરમગામ પાસે કાકરાવાડી નજીક  ટ્રેક્ટર પાછળ ટ્રક ભટકાતાં 1 મોત

વિરમગામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટડી તાલુકાના મોટી મજેટી ગામના રહીશ વિરમગામના ભોજવા ખાતે સીમેન્ટની થાંભલી લેવા આવ્યા હતા

વિરમગામ-ધાંગધ્રા હાઈવે ઉપર વણી અને કાંકરાવાડી ગામમાં વચ્ચે આગળ જતા ટ્રેક્ટરની પાછળથી આવી રહેલ આઈસર ટ્રેક્ટર ટોલી પાછળ ભટકાતા આઇસર ચાલકનું મોત નીપજ્યું હતું.

વિરમગામ રુરલ પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટર ચાલક સાગરભાઇ બળદેવભાઈ ચાવડા (રહે મોટી મજેઠી તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર) પોતાનું ટ્રેક્ટર અને ટ્રોલી લઈને વિરમગામના ભોજવા ખાતે 3 જુલાઈના રોજ સિમેન્ટની થાંભલીઓ લેવા આવ્યા હતા. રાત્રે પરત ફરતા રાત્રે 12:30 આસપાસ વણી અને કાંકરાવાડી વચ્ચેના હાઈવે રોડ ઉપર જઈ રહ્યા હતા ત્યારે અચાનક પાછળની તરફથી આવી રહેલી આઇસર ટ્રકના ચાલકે ટ્રેક્ટરની ટ્રોલીના પાછળના ભાગે ફૂલ સ્પીડમાં અને ગફલતભરી રીતે ભટકારતા ટ્રેક્ટર એકદમ સ્પીડમાં થઈ ગયું હતું અને ટ્રોલીમાં વજન હોવાથી ટ્રેક્ટરની બ્રેક મારતા વાગી ન હતી.રોડ ઉપર આડુ થઈ ગયું હતું. તેમજ ચાલક બળદેવભાઈ ને અને ટ્રેક્ટર માં સાથે રહેલ રામજીભાઈ,કાનાભાઈ ને માથા અને કપાળ માં વત્તાઓછા પ્રમાણમાં ઇજાઓ થયેલ તેમજ આઇસર ગાડી ના ચાલક પણ રોડ ઉપર પડી ગયેલ અને તેની ઉપર આઇસર નું ટાયર ફરી ગયેલ અને આઇસર ચાલકનું મોત થયેલું જે બાબત વિરમગામ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...