તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:વિરમગામ હાઈવે પર ડિવાઈડર સાથે બાઇક અથડાતાં 1નું મોત

વિરમગામ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માલવણ હાઇવે પર વણી બ્રિજ ઉતરતાં સમયે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો

વિરમગામ-માલવણ હાઇવે પર આવેલો વણી બ્રીજ ઉતરતા વણી ગામના પાટિયા પાસે ગુરુવારે મોડી રાત્રે જઈ રહેલા બાઈકચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અચાનક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા બાઈકમાં સવાર બે યુવકમાંથી એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું જ્યારે પાછળ બેઠેલ યુવકને નાની-મોટી ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે મૃતક ની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાઈ હતી.

અમદાવાદ સુખરામ નગર ખાતે રહેતા કિશનભાઇ ગોવિંદભાઇ વાઘેલા અને મહોલ્લામાં રહેતા દીપકભાઈ કાળુભાઈ ચાવડા 1 એપ્રિલના રોજ સાંજે ધાંગધ્રા તાલુકાના વતન મોટી માલવણ ગામે માતાજીના દર્શન કરવા માટે જવા નીકળ્યા હતા ત્યારે ગુરુવારે રાત્રે અઢી વાગ્યા આસપાસ વિરમગામ આસોપાલવ સર્કલથી માલવણ તરફ આગળ જવા નીકળ્યા હતા. ત્યારે બાઇકચાલક કિશનભાઇ ગોવિંદભાઈ વાઘેલા પાણી બ્રિજ પસાર કરી વણી ગામના પાટિયા પાસે પહોંચતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા રોડની વચ્ચે ડીવાઈડર સાથે બાઈક અથડાતા બાઈક સવાર બંને લોકો રોડ ઉપર ફેંકાઈ ગયા હતા.

જેમાં કિશનભાઇ ગોવિંદભાઇ વાઘેલાનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે ઘાયલ દીપકભાઈ કાળુભાઈ ચાવડાને નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે દાખલ કરાયો હતો. જ્યારે મૃતક કિશનભાઇનું વિરમગામની સરકારી હોસ્પિટલમાં પીએમ કરી અંતિમવિધિ માટે પરિવારજનોને લાશ સોંપી હતી જે બાબતે વિરમગામ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો