તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વિરમગામ-માંડલ રોડ પર ધાકડી પાસે બાઈક- કાર વચ્ચે અકસ્માતમાં 1 મોત

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિરમગામ-માંડલ રોડ પર ધાકડી ગામ પાસે તા.14 ઓગસ્ટની સાંજે કુલકી તરફથી આવી રહેલ બાઈકચાલક વિશાલ દીપાજી ઠાકોર ઉંમર વર્ષ આશરે 20 રહેવાસી. દસલાણા, તાલુકો વિરમગામ ફુલકી ત્રણ રસ્તા તરફથી વિરમગામ તરફ આવી રહ્યા હતા ત્યારે વિરમગામ તરફથી માંડલ તરફ જઈ રહેલ બ્રિઝા ફોરવીલ ચાલકે ગફલત ભરી રીતે ડ્રાઇવિંગ કરી સામેની તરફથી આવી રહેલ બાઇકચાલકને અડફેટે લેતા ઘટનાસ્થળે બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માત બાદ ફોરવીલ ચાલક સ્થળ પર પોતાની ગાડી મૂકીને ફરાર થઇ ગયેલો સ્થાનિક લોકોએ વીરમગામ રુરલ પોલીસને જાણ કરતા મૃતકની લાશને ગાંધી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવેલ એ બાબતની વધુ તપાસ વીરમગામ રુરલ પોલીસ દ્વારા હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...