તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વસો પોલીસે 88 વાહન ડિટેઇન કરી દંડ વસુલ્યો, જાહેરનામા ભંદ બદલ 63ની અટકાયત

વસો10 મહિનો પહેલા
 • કૉપી લિંક

લોકડાઉનના જાહેરનામાનો વસો પોલીસ દ્વારા શિક્ષાત્મકરીતે અમલ કરાવાઇ રહ્યો છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવવો, મોંઢા પર માસ્ક નહીં પહેરતાં લોકો તથા જાહેરનામાનો ભંગ કરી વાહન લઇને ફરવા નીકળતાં નાગરિકો સામે વસો પોલીસસબ ઇન્સ્પેક્ટર જી.બી.પરમાર તથા સ્ટાફે સખ્તાઇથી પેશ આવી શિક્ષાત્મક અને દંડનાત્મક પગલાં ભર્યા હતા. જેમાં પોલીસે લોકડાઉન અમલ થયાથી અત્યાર સુધીમાં આઇ.પી.સી.કલમ 188 મુજબ 29 ગુના દાખલ કરી 63 શખસની અટકાયત કરી હતી. જ્યારે એમ.વી.એક્ટ 207 હેઠળ 88 વાહન કબજે લઇ રૂ.91,000નો દંડ વસુલ કર્યો છે. ઉપરાંત, જાહેરમાં માસ્ક પહેર્યા વગર ફરતાં 65 શખસ વિરૂધ્ધ ગુનો દર્જ કરી રૂ.32,500 નો દંડ ફટકાર્યો હતો. આમ વસો પોલીસે લોકડાઉનનો કડકપણે અમલ કરાવી જાહેરનામાના ધજ્જિયા ઉડાડતાં સામે રૂ.1,23,500ની રકમનો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો