તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ઉમરેઠના કન્ટેઇમેન્ટ ઝોનમાં લોકો સ્થળાંતર કરતા હોવાથી સંક્રમણ વધવાની સંભાવના

ઉમરેઠ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નાગરિકોને પડતી મુશ્કેલી અંગે અરજી આપીને મામલતદારને રજૂઆત

ઉમરેઠના કન્ટેઇમેન્ટ એરિયા એવા પીપળીયા ભાગોળ, વ્હોરવાડ ડાકોરાનું ફળિયું વહેરીદાસનું ફળિયું તથા દરજીવાડના નાકા વિસ્તારના લગભગ 2500 જેટલા રહીશો ધ્વારા ઉમરેઠના પી.એસ.આઈ  તથા ઉમરેઠ મામલતદારને લેખિત અરજી આપી તેમને  પડતી મુશ્કેલીઓની રજુઆત કરવામાં આવી છે.જેના પગલે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉમરેઠના  ઉપરોક્ત કન્ટેઇમેન્ટ એરિયાના રહીશોએ અરજીપત્રકમાં જણાવ્યુ છે કે અમારા એરિયાને સીલ કરવા માંઆવેલ છે અને અમારા વિસ્તારમાં બીમાર તથા વૃદ્ધ લોકો રહે છે તેમની ડાયાબિટ્સ તથા બ્લડપ્રેશરની દવાઓ મળતી નથી, લોકડાઉનના કારણે અમારી પાસે પૈસા ખૂટી ગયા છે, અમારા વિસ્તારને સીલ કરવામાં આવ્યો ત્યાર પછીના એક અઠવાડીયામાં ઘણા લોકો છૂપી રીતે બીજા વિસ્તારોમાં પોતાના સબંધીઓને ત્યાં રહેવા જતાં રહ્યા છે,જેથી ભવિષ્યમાં ફરીથી ચેપ લાગે તો જવાબદાર કોણ ? તે અંગે અરજી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
તમામ તકેદારી રખાશે
ઉમરેઠ નગરપાલિકાના ચીફ ઓફિસર ભારતીબેન સોમાણીએ જણાવ્યુ હતુ કે કોઈ પણ વ્યવસ્થા ઊભી કરવામાં નગરપાલિકા કડીરૂપ થઈ શકે પી.પી.ઇ કીટ સાથે સફાઈ કામદારોને મોકલીને કચરો ભેગો કરીને સફાઈ કામદારો જોડે ઉઘરાવવાની વ્યવસ્થા કરવામાં આવે છે, દિવસમા બે વખત પાણીનો પુરવઠો પૂરો પડાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો