તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉમરેઠના લીંગડા ગામના પાટિયા પાસે બે બંધ કન્ટેનરમાં ઘેટાં-બકરાની જેમ 115 શ્રમિકો અલ્હાબાદ જઇ રહ્યાં હતા. ત્યારે રસ્તામાં પોલીસે તેઓને અટકાવીને ટ્રેન મારફતે જવાનું કહેતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેથી લીંગડાના સરપંચે તંત્રને જણ કરતાં ઉમરેઠ પોલીસ સહિત તંત્રના અધિકારી દોડી આવ્યા હતા. તે તમામ શ્રમિકોને ઉમરેઠ ખાતે આશરો આપીને તેઓને વતન મોકલવાની વ્યવસ્થા હાથ ધરી છે. રાજકોટથી નીકળેલા શ્રમિકોની દર્દભરી કહાની સાંભળવા મળી હતી.તેઓની પાસે પુરતા નાંણા પણ ન હતા. છેલ્લા બે દિવસથી જમ્યા પણ ન હતા.માત્ર બિસ્કીટ નાસ્તો કરી પેટ ભર્યુ હતું.પરંતુ લોકડાઉન લંબાવાયું છે.ત્યારે કંપની બંધ હોવાથી શેઠની આવકમાં બ્રેક વાગી ગઇ હતી.જેથી શ્રમિકોને રાખવા કયાં તે પ્રશ્ન થઇ પડયો હતો. ત્યારે કંપનીના માલિકે બે કન્ટેનરમાં શ્રમિકોને અલ્હાબાદ મોકલવાની વ્યવસ્થા કરી હતી. તંત્રની પણ પરમીશન લીધી ન હતી. રસ્તામાં આવતી તમામ ચેકપોસ્ટ પાસ કરી પરંતુ ખેડા જિલ્લામાં પ્રવેશ્યા બાદ રસ્તામાં એક ચેક પોસ્ટ પર પોલીસે તેમને અટકાવીને ધમકાવીને નડીઆદ રેલ્વે સ્ટેશને જવાની સૂચના આપી હતી. પરંતુ તેઓ રસ્તા જાણતાં ન હતા.તેથી લીંગડા સુધી પહોંચી ગયા હતા. જયાં ગામના સરપંચ લાલભાઇ અને જાગૃત નાગરિકોએ અટકાવી તંત્રને સોંપી વતનમાં મોકલવાની વ્યવસ્થા કરી હતી.
છેલ્લા બે દિવસથી અમે ભુખ્યા છે
આણંદ શિક્ષણ વિભાગ દ્વારા દરેક સંચાલકોને જાણ કરી દેવામાં આવી છે તાં અત્યાર સુધી તેમણે તમામ વ્યવસ્થા કરી હતી. પરંતુ બે દિવસથી તેઓ કોઇ વ્યવસ્થા કરી શકયા ન હતા.તેથી શ્રમિકો બે દિવસથી માત્ર બિસ્કીટ અને હળવો નાસ્તો મળ્યો હતો. આમ તેઓ બે દિવસથી ભૂખ્યા હતા.તેમ છતાં માલિકે વતનમાં મોકલવાની વ્યવસ્થા કરી હતી. - શિવાભાઇ, શ્રમિક, અલ્હાબાદ
રાજકોટમાં રજૂઆત કરી પણ વ્યવસ્થા ન થઇ
રાજકોટમાં ફસાયેલા અલ્હાબાદના શ્રમિકો એ તંત્રમાં વતન જવા માટે રજૂઆત કરી હતી. તેમજ ઓનલાઇન પ્રક્રિયા શ્રમિકોને ટપો પડતો ન હતો.તેથી તેઓને કોઇ વ્યવસ્થા ન થતાં આખરે કંપનીના માલિકે બે કન્ટેનરની વ્યવસ્થા કરીને 115 શ્રમિકોને વતન મોકલવાની વ્યવસ્થા કરી હતી. - આશિષભાઇ, શ્રમિક ,અલ્હાબાદ
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.