તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:થાન સિરામિકોના માલિકોએ 50% ભાડુ આપી 245ને વતન મોકલ્યા

થાન10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાકીના શ્રમિકો ઉછીના નાણાં લઇ UP રવાના
 • સોમવારે 1200 મજૂરોને ટ્રેનમાં ઓરિસ્સા મોકલાશે

થાનમાંથી 245 મજૂરોને વતન મોકલવા ભાડું સિરામિક એકમોને માલિકોને ચૂકવવાની નોબત આવી છે.જેમાં અંદાજે 120 થી વધુ મજૂરોનું ભાડુ કારખાનેદારોએ ચૂકવ્યું હતું જ્યારે બાકીના મજૂરોએ ઉછીના રૂપિયા લઇ વતન જવા રવાના થયા હતા. થાનમાં અંદાજે 10 હજાર જેટલા પરપ્રાંતિય મજૂરો કામ કરી રહ્યાં છે જેમાં રવિવારે ઉત્તરપ્રદેશ જવા માટે 245 મજૂરોને મોકલવામાં આવ્યા હતા. અને અડધાથી વધુ મજૂરોનું ભાડુ સિરામિક એકમો પાસેથી વસુલવામાં આવ્યું હોવાની ફરીયાદો ઉઠી રહી છે. આ અંગે સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ તંત્રએ અચાનક જ યુપીના મજૂરોને વતન મોકલવાનો નિર્ણય કર્યો હતો અને સિરામિક એકમોના માલિકોને બોલાવી તેમના ભાડાના રૂપિયાની વ્યવસ્થા માત્ર બે કલાકમાં જ કરવા જણાવ્યું હતું. થાનથી આજે ઓરીસ્સાની ટ્રેન રવાના કરાશે. થાન સિરામિક એકમોમાં અંદાજે 5 હજાર જેટલા ઓરીસ્સાના શ્રમિકો કામ કરી રહ્યાં છે અને અન્ય રાજ્યોની જેમ તેમને પણ વતન પહોંચાડવા માટે ટ્રેનની વ્યવસ્થા કરવા મજુરોની માંગ હતી ત્યારે તંત્ર દ્વારા સોમવારે સાંજે થાનથી ઓરીસ્સા ટ્રેન દ્વારા મજૂરોને મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં 1200 જેટલા મજૂરોને સાંજે 5 વાગ્યે ટ્રેનમાં રવાના કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો