તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:થાન પાલિકાએ શાકભાજી અને ફ્રૂટનું વેચાણ બંધ કરાવતાં વેપારીઓમાં રોષ

થાનગઢ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખાનગી માલિકીની દુકાનોમાં પણ વેચાણ ન કરવા દેવામાં આવતું હોવાની રાવ
 • પાલિકાએ વેપારીઓને નોટીસ આપતા કોંગ્રેસે આવેદન પાઠવી વિરોધ દર્શાવ્યો

થાનમાં નગરપાલિકા દ્વારા દુકાનોમાં ફ્રુટ અને શાકભાજી વેચતા વેપારીઓને વેચાણ કરવાની મનાઇ ફરમાવતા વેપારીઓ અને પાલિકાતંત્ર આમને સામને આવી ગયા છે. પાલિકાએ બનાવેલા કોમ્પલેક્ષમાં શાકભાજી વેચતા 5 વેપારીઓને નોટીસો આપવામાં આવી છે તેમજ ખાનગી માલિકીની દુકાનોમાં વેચાણ ન કરવાનો આદેશ કરતા વેપારીઓમાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે અને તંત્રની કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસે આવેદન પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.
તંત્ર દ્વારા ખોટી રીતે પરેશાન કરવાનો આક્ષેપ
થાન પીપળાના ચોકમાં પાલિકા દ્વારા બનાવેલા કોમ્પલેક્ષમાં દુકાનો ધરાવતા વેપારીઓ વર્ષોથી અહીં શાકભાજીનું વેચાણ કરે છે ત્યારે હાલ પાલિકા દ્વારા આવા 5 વેપારીઓને નોટીસ આપી શાકભાજી અને ફ્રુટનું વેચાણ બંધ કરવાનો આદેશ કર્યો છે તેમજ આસપાસમાં ખાનગી માલિકીની દુકાનો ધરાવતા વેપારીઓને પણ વેચાણ ન કરવાની તંત્રએ સુચના આપતા વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અને શહેર કોંગ્રેસ પ્રમુખ મંગળુભાઇ ભગત, બાપાલાલ ઝાલા, દિનેશભાઇ રબારી,બાબુભાઇ પારઘી, હર્ષદભાઇ પાટડીયા સહીતના કોંગી આગેવાનોએ આ અંગે મામલતદારને આવેદન પાઠવ્યું હતુ઼. જેમાં જણાવ્યું હતું કે તંત્ર દ્વારા ખોટી રીતે વેપારીઓને પરેશાન કરવામાં આવી રહ્યાં છે ત્યારે આ અંગે તપાસ કરી જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. જ્યારે વેપારી એસોસિએશનના પ્રમુખ શુભાષભાઇ શાહે જણાવ્યું કે લોકડાઉન વચ્ચે વેપારીઓ માંડ માંડ ધંધો રોજગાર શરૂ કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા ખોટી રીતે પરેશાન કરવામાં આવશે તો ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશે. આ અંગે થાન પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફીસર સંજયભાઇ પંડ્યાએ જણાવ્યું કે દુકાનોની આસપાસ ગંદકી કરવા બાબતે નોટીસ આપવામાં આવી છે ખોટુ અર્થઘટન 
કરવામાં આવી રહ્યું છે વેચાણ બંધ કરવાની કોઇ વાત નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો