તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માતૃત્વ સાથે કર્તવ્યનિષ્ઠા:થાનની મહિલા પોલીસ કર્મીએ ગર્ભાવસ્થાના 7મા માસથી 16-16 કલાક ફરજ બજાવી, ઘરે પહોંચ્યાના સવા કલાક બાદ બાળકને જન્મ આપ્યો

થાન10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચોટીલાના લાખણકા ગામના રેખાબેન વર્ષ 2001માં પોલીસ વિભાગમાં જોડાયા
 • રાત્રે 9:30અે ઘરે ગયાને 10:45 કલાકે પ્રસૂતાની પીડા ઉપડી

કોરોના મહામારીને લઇ ર્ડાક્ટર, સફાઇ કર્મી અને પોલીસ કર્મીઓ પોતાના જીવને જોખમમાં મૂકી ફરજ બજાવી વોરિયર્સ તરીકેની ભૂમિકા ભજવી રહ્યાં છે. ત્યારે થાનની પ્રગેન્ટ મહિલા પોલીસ કર્મીએ ડિલીવરીના 1 કલાક અગાઉ  ફરજ બજાવી કર્મનિષ્ઠાનું અનોખું ઉદાહરણ પુરુ પાડયું છે. નોંધનીય છે કે, જે દિવસે બાળકનો જન્મ થયો તેના આગળના દિવસે સતત 24 કલાક ફરજ બજાવી હતી. ચોટીલા તાલુકાના લાખણકા ગામે રહેતા રેખાબેન વર્ષ 2001 માં પોલીસ તરીકે જોડાયા હતા.  અને વર્ષ્ 2008 માં વિજયભાઇ સાથે લગ્નગ્રંથી જોડાયા હતા. તેમને હાલ સંતાનમાં એક 10 વર્ષની દિકરી છે અને છેલ્લા 10 માસથી થાન પોલીસ મથકમાં એએસઆઇની પોસ્ટ પર ફરજ બજાવી રહ્યાં છે. લોકડાઉન જાહેર થયું ત્યારે રેખાબેન પ્રેગનન્ટ હતા અને અંદાજે 7 મો મહિનો ચાલી રહ્યો હતો. છતાં તેમણે પ્રેગનન્સીની રજા લેવાના બદલે ફરજ પસંદ કરી હતી. પ્રેગનન્સી છેલ્લા મહિનાઓમાં મહિલાઓને સામાન્ય રીતે આરામ કરવાની સલાહ આપવામાં આવતી હોય છે તેવા સમયે  રેખાબેન દિવસના 14 કે 16 કલાક સુધી ફરજ બજાવી હતી. અને તારીખ 26 એપ્રિલના રોજ રાત્રે 9.30 કલાક સુધી ફરજ બજાવી ઘરે ગયા બાદ પ્રસુતીની પીડા થતાં તેમને હોસ્પિટલ લઇ જવાયા અને રાત્રે 10.45 દિકરાને જન્મ આપ્યો હતો. ડીલવરીના આગલા દિવસે એટલે કે 25 એપ્રિલે પણ રેખાબેને સતત 24 કલાક સુધી ફરજ બજાવી હતી. નોંધનીય છે કે, કોરોના મહામારીને લઇ ર્ડાક્ટર, સફાઇ કર્મી અને પોલીસ કર્મીઓ પોતાના જીવને જોખમમાં મૂકી ફરજ બજાવી વોરિયર્સ તરીકેની ભૂમિકા ભજવી રહ્યાં છે. 

ધાર્મિક કાર્ય કરવાથી બાળકને સારા સંસ્કાર મળે એટલે ફરજને ધર્મ માની કામ ચાલુ રાખ્યું

વડીલોના મતે ગર્ભાવસ્થા દરમિયાન ધાર્મિક કાર્યો જેમ કે, રામાયણ, ભગવત્ ગીતા સહિતના પઠન અને કથનથી બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય છે. ત્યારે હાલ કોરોના મહામારીના સમયે પોલીસ મથકમાં સ્ટાફની ઘટ હોવાથી મે મારી ફરજને જ મારો ધર્મ સમજી પહેલા ફરજ બજાવવાનું પસંદ કર્યું હતુ઼. અને મારા આ નિર્ણયમાં મારા પતિ, પરિવાર તેમજ સાથી પોલીસ કર્મચારીઓએ પણ મને ખુબ સહકાર આપ્યો હતો.હાલ સંતાનમાં એક 10 વર્ષની દિકરી છે અને છેલ્લા 10 માસથી થાન પોલીસ મથકમાં એએસઆઇની પોસ્ટ પર ફરજ બજાવી રહ્યી છું. - રેખાબેન માલકીયા, એએસઆઇ, થાન પોલીસ મથક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો