કોરોના ઇફેક્ટ:સુરેન્દ્રનગર સબ જેલમાંથી 35ને ટ્રાન્સફર, 27 કેદીને છોડી મુકાયા

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાકા કામના સજા ભોગવતા કેદીઓને પેરોલ પર છોડાશે

સુરેન્દ્રનગર: સબ જેલમાં 120 કેદીઓની જ ક્ષમતા છે. પરંતુ કોરોના વાયરસની એન્ટ્રીના સમયે જેલમાં 220 કેદીઓ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયારે કોરોના વાયરસથી બચવા સોશીયલ ડીસ્ટન્સીંગની અપીલ કરી છે. ત્યારે ક્ષમતા કરતા વધુ કેદીઓ જેલોમાં આ શકય થઇ શકે તેમ ન હતુ. આથી રાજય સરકારે ક્ષમતા કરતા વધુ કેદીઓ ધરાવતી જેલમાંથી કેદીઓ અન્યત્ર ટ્રાન્સફર કરવા આદેશ કર્યો છે.
 
જેના પગલે સુરેન્દ્રનગર સબ જેલ દ્વારા 35 કેદીઓને ધ્રાંગધ્રા સબ જેલમાં ટ્રાન્સફર કરાયા છે. જયારે દારૂ પીને પકડાયેલા, દેશી દારૂ સાથે પકડાવવા જેવા કેસો તાકિદે ચલાવી કોર્ટ દ્વારા તેઓને મુકત કરવાનો હુકમ કરાયો હતો. આ અંગે સુરેન્દ્રનગર સબ જેલના ઇન્ચાર્જ જેલર એચ.આર.રાઠોડે જણાવ્યુ કે, જેલમાંથી 35 કેદીઓને ધ્રાંગધ્રા ટ્રાન્સફર કરાયા છે. અને 27 કેદીઓને મુકત કરાયા છે. હજુ પણ પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા કેદીઓને પેરોલ પર છોડવાના છે. આ અંગેની યાદી જિલ્લા કલેકટરને સુપ્રત કરાઇ છે. તેમના આદેશ બાદ પાકા કામના કેદીઓને પણ પેરોલ પર છોડવામાં આવશે. તેમ છતાં જરૂર જણાય તો હજુ વધુ કેદીઓને જેલ ટ્રાન્સફર પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...