તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ભયને પગલે ટ્રેનો કેન્સલ થતા રેલવેએ પાંચ દિવસમાં મુસાફરોના રૂપિયા 3.75 લાખ રીફંડ રૂપે પરત કર્યા

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ 80% ઘટયું,

સુરેન્દ્રનગર: કોરોના વાયરસના ભયના લીધે રેલવેએ પ્લેટફોર્મ ટીકીટના ભાવમાં પાંચ ગણો વધારો કરી દીધો હતો. જેના પગલે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને દૈનિક 250 આસપાસ વેચાતી પ્લેટફોર્મ ટીકીટમાં 80 ટકાનો ઘટાડો નોંધાયો છે. તા. 20ના રોજ માત્ર 44 જ પ્લેટફોર્મ ટીકીટ વેચાઇ હતી. બીજી તરફ ટ્રેનો કેન્સલ થતા રેલવેએ પાંચ દિવસમાં મુસાફરોના રૂપિયા 3.75 લાખ રીફંડ તરીકે પરત કર્યા હતા.કોરોના વાયરસ મુસાફરી દરમિયાન વધુ ફેલાય છે.
રેલવેએ મુસાફરોના રૂપિયા 3,75,1215 રીફંડ કર્યા 
લોકલ ટ્રેનો અને એકસપ્રેસ ટ્રેનો બંધ કરીને રેલવે પ્લેટફોર્મની ટીકીટના રૂપિયા 10ના સીધા 50 કરી નાંખ્યા હતા. જેના લીધે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને દૈનિક વેચાતી પ્લેટફોર્મ ટીકીટમાં ઘટાડો નોંધાયો છે. સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને દૈનિક 250 આસપાસ પ્લેટફોર્મ ટીકીટો વેચાતી હતી. જેનો ભાવ રૂપિયા 50 કરાયા બાદ તા. 18ના રોજ 69, તા. 19ના રોજ 66 અને તા. 20ના રોજ માત્ર 44 જ પ્લેટફોર્મ ટીકીટ વેચાઇ હતી. બીજી તરફ ટ્રેનો કેન્સલ થતા રેલવે સ્ટેશને મુસાફરો ટીકીટ કેન્સલ કરાવી રીફંડ લેવા દોડી ગયા હતા. તા.16 થી 20 માર્ચ સુધીમા રેલવેએ મુસાફરોના રૂપિયા 3,75,1215 રીફંડ તરીકે પરત કર્યા હતા. અમદાવાદ અને રાજકોટ વચ્ચે મહત્વનું ગણાતુ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને 24 કલાક મુસાફરોથી ધમધમતુ રહે છે. 

પરત કરેલું રિફંડ

  • તારીખ રીફંડ કરાયેલ રકમ
  • 16 માર્ચ 76,955
  • 17 માર્ચ 1,11,830
  • 18 માર્ચ 37,990
  • 19 માર્ચ 68,125
  • 20 માર્ચ 3,75,215
અન્ય સમાચારો પણ છે...