તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:પરપ્રાંતીયોને ફાજલ પડેલી બસોમાં ન લઇ જવા બાબતે દસાડાના ધારાસભ્યે PIL કરી

સુરેન્દ્રનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લકઝરીમાં પરપ્રાંતીયોને લઇ જવા બાબતે રોષ
 • શ્રમ અને પરિવહન વિભાગને પક્ષકારો બનાવ્યા

લોકડાઉનના કપરા સમયે સૌથી વધુ મુશ્કેલી ફસાયેલા પરપ્રાંતીયોને થઇ રહી છે. આવા સમયે ખાનગી લકઝરી બસના મસમોટા ભાડા ચૂકવીને તેમને વતન મોકલવા બાબતે દસાડાના ધારાસભ્યે રોષ વ્યકત કર્યો હતો. આ અંગે તેઓએ પીઆઇએલ દાખલ કરવા હાઇકોર્ટમાં અરજી પણ કરી છે.  રાજયની લાખો એસ.ટી.બસો ફાજલ પડી રહી હોવા છતાં સરકાર દ્વારા ખાનગી લકઝરી બસોને મસમોટા ભાડા ચૂકવીને પરપ્રાંતીયોને વતન મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે દસાડા તાલુકામાંથી લકઝરી બસો દ્વારા પરપ્રાંતીયોને મસમોટા ભાડા ચૂકવી વતન લઇ જવા બાબતે ધારાસભ્ય નૌશાદ સોલંકીએ રોષ વ્યકત કરી તેઓએ અમદાવાદ હાઇકોર્ટમાં આ બાબતે પીઆઇએલ દાખલ કરવા અરજી કરી છે.  એડવોકેટ આનંદવર્ધન યાજ્ઞીક દ્વારા દાખલ કરવામાં આવનાર આ પીઆઇએલમાં રાજય સરકાર, ગૃહ વિભાગ, શ્રમ વિભાગ, ઉદ્યોગ વિભાગ, પરીવહન  વિભાગને પણ પક્ષકાર બનાવાયા છે. જેમાં એસ.ટી.બસોમાં થતા ભાડા કરતા પ્રાઈવેટ લક્ઝરીઓમાં વધુ ભાડુ ચૂકવવામાં આવતુ હોવાની રાવ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો