તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:મુળી તાલુકાના આસુંદ્રાળી ગામ તથા ભવાનીગઢ ગામના સમગ્ર વિસ્તારને કોવિડ-19 કન્ટેઇન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર

સુરેન્દ્રનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સુરેન્દ્રનગર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં આસુંદ્રાળી ગામે નોવેલ કોરોના વાયરસના બે પોઝીટીવ કેસ આવતા સદરહું વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા સુરેન્દ્રનગરના જિલ્લા મેજીસ્ટ્રેટ કે.રાજેશ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.
આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી ઘરે આપવામાં આવશે
મુળી તાલુકાના આસુંદ્રાળી ગામનો સમગ્ર વિસ્તાર તથા ભવાનીગઢ ગામના કુલ-590 ઘરોની 3513 વસ્તીના સમગ્ર વિસ્તારને કોવિડ-19 કન્ટેઇન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવે છે તથા વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી ઘરે આપવામાં આવશે.
આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
આ વિસ્તારના એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે, આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે તેમજ આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સબંધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન-જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયત્રંણ કરવામાં આવશે.
હુકમની અમલવારી તા.24/5/2020ના 24 કલાક સુધી કરવાની રહેશે
આ ઉપરાંત મુળી તાલુકામાં જાહેર કરવામાં આવેલ કન્ટેઇન્ટમેન્ટ એરિયા ઉપરાંત બે કિ.મી. ત્રિજયામાં સમાવિષ્ટ રાયસંગપર ગામ તથા ખંપાળીયા ગામની કુલ-900 ઘરોની 4608 વસ્તીના સમગ્ર વિસ્તારના ગામોને કોર એરીયા/બફર ઝોન તરીકે જાહેર કરી આ ગામોની હદને સીલ કરવામાં આવે છે. ઉપર્યુકત ગામોમાં આવશ્યક સેવાઓના પુરવઠા તથા તેના સંબંધિત અવર-જવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે. આવશ્યક ચીજ વસ્તુઓની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવારે 8 થી 12 વાગ્યા સુધી મૂકિત આપવામાં આવે છે. આ હુકમની અમલવારી તા.24/5/2020ના 24 કલાક સુધી કરવાની રહેશે તથા આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો