તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:કોવિડ હોસ્પિટલમાં તમામ વસ્તુઓની વ્યવસ્થા રાખો: ડો. એચ. કે. ભાવસાર

સુરેન્દ્રનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોવિડ-19 હોસ્પિટલની ગાંધીનગરથી અધિક નિયામકે રાત્રે મુલાકાત લીધી
 • સિવિલ સર્જન તેમ ઓફિસરો સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું

ગુજરાત રાજયના દરેક જિલ્લાની કોવિડ હોસ્પિટલની ઉચ્ચઅધિકારીઓ દ્વારા  ચેકલિસ્ટ પ્રમાણે તપાસ કરવામાં આવી રહી છે. આથી તેના ભાગરૂપે ગાંધીનગરથી તબીબી સેવાના અધિક નિયામકે મોરબી જિલ્લાની હોસ્પિટલ બાદ સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલની તા. 9-5-2020ની શનિવારની રાત્રે 8 કલાકે એકાએક મુલાકાત  લેતા  હોસ્પિટલમાં  દોડધામ મચી હતી. અધિક નિયામક  ડો. એચ.કે.ભાવસારે કોવિડ હોસ્પિટલ, આઇસોલેશન વોર્ડ, આઇસીયુ વગેરે વિભાગોની ચકાસણી કરી દાખલ બે દર્દીની માહિતી મેળવી હતી. અને હોસ્પિટલની વ્યવસ્થા અંગે સંતોષ માની જરૂરી તમામ વસ્તુઓની વ્યવસ્થા રાખવા જણાવ્યુ હતુ.  આ ઉપરાંત જિલ્લા સિવિલ સર્જન એચ.એમ.વેસેટિયન તેમજ  લાયઝન ઓફિસર ડો. દિપ વેસેટિયન સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.કે.વાઘેલા,સિવિલ સર્જન સહિતનાઓએ કલેકટરની મુલાકાત લેવાની સાથે કલેકટરને હોસ્પિટલની સંપૂર્ણ વિગતોથી માહિતગાર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો