તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાયદો:ઝાલાવાડમાં ઉનાળુ વાવેતર વધ્યું, ગત વર્ષ કરતાં વધુ 4 હજાર હેક્ટરમાં તલ, બાજરી અને મગનું વાવેતર

સુરેન્દ્રનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગમ ગુવારનું 595 હેક્ટરમાં વાવેતર થતું હતું છતાં આ વર્ષે ખેડૂતોએ ટાળ્યું

જિલ્લામાં કોરોના વાયરસની મહામારી અને લોકડાઉન વચ્ચે પણ ઉનાળુ વાવેતરમાં વધારો થયો છે. ગત વર્ષે જિલ્લામાં 15 હજાર હેક્ટર જેટલું વાવેતર હતું તેની સામે ચાલુ વર્ષે 19 હજાર જેટલું વાવતેતર થતાં જિલ્લામાં કુલ ઉનાળું વાવેતરમાં 25 ટકા જેટલો વધારો થયો છે. અને હજુ પણ આ વાવેતરમાં થોડો વધારો થાય તેવી શક્યતાઓ છે.ચાલુ વર્ષે થયેલા વાવેતરમાં તલ, બાજરી અને મગ સહીતના પાકોનું વધુ વાવેતર થયું છે જ્યારે ખેડૂતોએ ગમ ગુવારનું વાવેતર કરવાનું ટાળ્યું છે.

ચાલુ વર્ષે જિલ્લામાં છેક દિવાળી સુધી વરસાદ વરસાદ ચોમાસુ પાક સદંતર નિષ્ફળ ગયો હતો અને શિયાળુ વાવેતરમાં કમોસમી વરસાદ અને પાકના અપુરતા ભાવને કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ મારવા જેવી સ્થિતી સર્જાઇ હતી. ત્યારે ઉનાળુ વાવેતરમાં 25 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. 2019માં જિલ્લામાં કુલ 15336 હેક્ટરમાં વાવેતર થયું હતું. ત્યારે વર્ષ 2020 માં તારીખ 7 એપ્રિલ સુધીમાં જ 19,016 હેક્ટરમાં વાવેતર થઇ ચુક્યું છે અને તેમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ વાવેતર પણ 14,076 હેક્ટર જ નોંધાયેલુ છે. ખેડૂતોએ તલ, મગ અને બાજરી સહીતના પાકોનુ઼ વધુ વાવેતર કર્યું છે, 595 હેકટરમાં ગમ ગુવારનું વાવેતર થયું હોવા છતાં આ વર્ષે તેનું વાવેતર કરવાનું ટાળ્યું હતું.
પાણીના તળ ઉંચા આવ્યા છે
ચાલુ વર્ષે  વધુ વરસાદથી કારણે બોર અને કુવામાં પાણીના તળ ઉંચા આવતા બિનપિયત વિસ્તારના ખેડૂતોએ વાવેતર કર્યું છે જેના કારણે વાવેતરમાં વધ્યું છે. - એચ.ડી.વાદી, ખેતીવાડી અધિકારી, સુરેન્દ્રનગર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો